અમદાવાદ : અમદાવાદઃ ગુજરાતમાં (Gujarat) કડક પ્રતિબંધોના કારણે રાજ્યમાં કોરોનાના કેસોમાં (coronavirus case) ધીમે ધીમે ઘટાડો નોંધાઈ રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં 1,333 કોરોના પોઝિટિવ કેસો (covid-19 positive case) નોંધાયા છે. ત્યારે કોરોના કારણે 18 દર્દીઓના મોત નીપજ્યા હતા. આ ઉપરાંત (Gujarat corona update) રાજ્યમાં સાજા થવાનો રિકવરી રેટ 95.55 ટકા થયો છે. આજે કુલ 4,098 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ગયા છે.
<br /> રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 1,74,64, 314 વ્યક્તિને કોરોનાની રસી આપવામાં આવી છે. જ્યારે 18 વર્ષથી લઈ 45 વર્ષ સુધીના વ્યક્તિઓને 18,06,912 લોકોને રસી આપી દેવામાં આવી છે. ગુજરાતમાં ઝડપભેરરસીકરણ થઈ રહ્યું છે જેમાં આજે સાંજે 05 વાગ્યા સુધીમાં 1,72,901 દર્દીઓને રસી આપવામાં આવી છે. પ્રતીકાત્મક તસવીર
દરમિયાન આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના 36 શહેરોમાં તમામ દુકાનો વાણિજ્યિક સંસ્થાઓ લારી ગલ્લા શોપિંગ કોમ્પલેક્ષ હેરકટિંગ સલૂન બ્યુટી પાર્લર માર્કેટિંગ યાર્ડ તેમજ અન્ય વ્યાપારિક ગતિવિધિ તા.4 જૂન થી સવારે 9 વાગ્યા થી સાંજે 6 વાગ્યા સુધી ખુલ્લા રાખવા ની છૂટ આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે<br /> . મુખ્યમંત્રીએ કોર કમિટી માં આ નિર્ણય કરવા સાથે અન્ય પણ કેટલાક નિર્ણયો કર્યા છે.