સંજય ટાંક, અમદાવાદઃ રાજસ્થાનના (rajasthan) આરોગ્ય મંત્રી (health minister) અને ગુજરાત કોંગ્રેસના (Gujarat congress) નવા બનેલા પ્રભારી રઘુ શર્મા હાલમાં ગુજરાતની મુલાકાતે (raghu sharma Gujarat visit) હતા. અને તેમણીએ મુલાકાત દરમિયાન તેઓએ આપેલા એક નિવેદનથી વિવાદનો મધપૂડો છેડાયો છે. અન્ય રાજ્યોમાંથી ગુજરાત વેપાર (business in Gujarat) માટે આવેલા અને વર્ષોથી વેપાર કરતા વેપારીઓ ભયમાં છે. આવું નિવેદન આપી વેપારીઓ સુરક્ષિત નથી તેવું જણાવવામાં આવ્યું છે. જોકે આ નિવેદનને રાજસ્થાનથી (rajasthani traders) આવીને વસેલા વેપારીઓએ જ ખોટુ સાબિત કર્યું છે. અમને વગર કારણે રાજકારણનો મુદ્દો ન બનાવો તેવું વેપારીઓ જણાવી રહ્યા છે.
ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુશર્માના વિવાદિત નિવેદનથી ફરી રાજકારણ ગરમાયુ છે. તેમના આ નિવેદનથી ભાજપ અને કોંગ્રેસના નેતાઓ આક્ષેપ પ્રતિ આક્ષેપો કરી રહ્યા છે. પરંતુ જે પરપ્રાંતમાંથી આવેલા અને ગુજરાતમાં વર્ષોથી વ્યાપાર ધંધો કરતા વેપારીઓ માટે આ નિવેદન કરાયું છે એ વેપારીઓ પણ કોંગ્રેસ પ્રભારીના આ નિવેદનથી આશ્ચર્યચકિત થઈ ગયા છે. વેપારીઓએ સાફશબ્દોમાં કહી દીધું કે અમને વ્યાપારની ભાષા સમજાય છે અમને રાજકારણનો મુદ્દો ન બનાવશો.
ગુજરાતએ અમને ઘણું આપ્યું છે. બોપલમાં ડ્રાયફ્રૂટ્સના વેપારી નરેશ પ્રજાપતિ પોતે રાજસ્થાનના શિરોહીના વતની છે. અને છેલ્લા 18વર્ષથી અહીં વ્યાપાર ધંધો કરે છે. તેઓનું કહેવું છે કે ગુજરાતમાં આવ્યા પછી અમારી પ્રગતિ જ થઈ છે. અમે ક્યારેય નથી જોયું કર અમને કોઈ મુશ્કેલી થઈ હોય. અમે અહીં જ આવીને અમારી દુકાન કરી ઘર કર્યું. સૌથી શાંતીનું વાતાવરણ હોય તો ગુજરાતમાં છે.
એટલે વેપાર કરવામાં વેપારીઓને કોઈ તકલીફ પડી હોય તેવું બન્યું નથી. જોકે આ નિવેદન માત્ર પોલિટિક્સ માટે જ કરવામાં આવ્યું હોય તેવું લાગે છે. અમને પોલિટિક્સનો મુદ્દો બનાવવો ન જોઈએ. મહત્વનું છે કે હાલ તો કોંગ્રેસના નેતા રઘુ શર્માનું આ નિવેદનએ વિવાદનો મધપુડો છેડયો છે. આ વિવાદ આગળ કેવું સ્વરૂપ લે છે તે જોવું રહ્યું.