અમાવાદઃ ગુજરાત કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ (Delegation of Gujarat Congress) કિશન ભરવાડના પરિવારજનોને (Kishan bharwad family) મળવા ચચાણા ગામે પહોંચ્યું હતું. કોંગ્રેસ નેતાઓએ (Congress leader) કિશન ભરવાડના પરિવારજનોને સાંત્વના આપી હતી. ધારાસભ્ય (MLA) લાખાભાઈ ભરવાડ, રાજેશ ગોહિલ, રૂત્વીક મકવાણા, સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી દેસાઈ પણ પરિવારજનોને મળ્યા હતા. લાખાભાઇ ભરવાડે મૃતક કિશનની 20 દિવસની બાળકીને હાથમાં લઇ સંવેદન વ્યક્ત કરી હતી.
કોંગ્રેસ નેતા અને માલધારી સમાજમાં આગેવાન લાલજી દેસાઇ નિવેદન આપતા જણાવ્યું હતુ કે કિશન ભરવાડની હત્યા ખુબ નિંદનીય ઘટના બની છે. ગુજરાતમાં હત્યાનો આ પહેલો અને અંતિમ બનાવ નથી. થોડા દિવસ પહેલા સુરેન્દ્રનગરમાં હત્યા થઇ હતી. છતા પણ રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંધવી સતત બફાટ કરે છે. કે રાજ્યમાં કાયદો વ્યવસ્થા સારી છે. રાજ્ય સરકારે હત્યાઓ થતી અટકાવવા શુ કર્યું તે એક મોટો સવાલ છે.
રક્ષકનું કામ રક્ષણ કરાવનુ છે. પરંતુ ભાજપ સરકારમાં રક્ષક જ ભક્ષક બન્યા છે. આજે સરકારી તંત્ર આમને સામને કરવાનું કાર્ય કરી રહી છે. સરકાર દેશમાં પોતે પોતના શાસનને સુરક્ષિત રાખવા સમાજોને સામ સામે મુકી રહી છે. અમારા ધારાસભ્ય થકી વિધાનસભામાં મુદ્દો ઉઠાવીશું. ભાજપે ગુજરાતમાં વર્ષ 2002થી પ્રયોગ શાળા બનાવી છે. કોઇ નિર્દોષનો જીવ ગુજરાતમાં ન જાય તેવી પ્રાર્થના કરી શકીએ.
સ્વ.કિશન ભરવાડના પરિવારજની સાંત્વના આપવા માલધારી સમાજના આગેવાન અને કોંગ્રેસના ડેલીગેશનને ચચાણા ગામની મુલાકાત લીધી હતી . કોંગ્રેસ ધારાસભ્ય અને માલધારી આગેવાન લાખાભાઇ ભરવાડ ઘટના પર પ્રતિક્રિયા આપતા કહ્યું હતુ કે કિશન હત્યા નિદનિય છે . ઘટનામાં સંડાવાયેલા આરોપીઓને આકરી અને સખત સજા થવી જોઇંએ. ફાસ્ટ ટ્રેકમાં કેસ ચલાવી દાખલા રૂપ સજા કરવી જોઇંએ. ગુનેગારને કોઇ નાત જાત નથી હોતી.
ગુજરાતની શાંતિ ડહોળવાનો પ્રયાસ થઇ રહ્યો છે. રાજ્યની શાંતી અને સલામતી ન ડોહળય તેની તકેદારી સરકારે રાખવી જેઇએ.. અમે સમાજ તરીકે અને કોંગ્રેસના નેતાઓ સરકારમાં રજુઆત કરીશું. વધુમા લાખાભાઇ ભરવાડે રાજકોટના માલધારી સમાજ પર થયેલા લાઠી ચાર્જ પર આકરા શબ્દો ઝાટકણની કાઢી હતી . સરકાર રજૂઆત કરનાર પર જો લાઠી વરસાવશે તો ન્યાય કોણી પાસે માગના સમાજ જશે. માલધારી સમાજ પર લાઠી ચાર્જ ની ઘટના નિંદાને પાત્ર છે.