Gujarat weather updates: રાજ્યમાં ઉતરપૂર્વ (Gujarat winter) તરફના ફૂંકાય રહ્યા છે.અને વેસ્ટર્ન ડીસ્ટર્બન (Western Disturbance) પણ પસાર થઈ ગયું છે. જેના કારણે રાત્રી દરમિયાન ઠંડા અને સૂકા પવન ફૂંકાવવાના (cold wave) કારણે લઘુતમ તાપમાન 2 થી 3 ડીગ્રી ગગળ્યું.અને ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. ત્યારે આગામી 48 કલાક ઠંડી જોર વધશે. અને લઘુતમ તાપમાન બેથી ત્રણ ડીગ્રી તાપમાન ગગડશે.
રાજ્યમાં આજે પણ લઘુતમ તાપમાન ગગળ્યું.અને વહેલી સવારે ઠંડીનો અહેસાસ થયો છે.આગામી 48 કલાક ઠંડીનું પ્રમાણ વધશે.આજે અમદાવાદ શહેરનું લઘુતમ તાપમાન 3 ડીગ્રી ઘટીને 16.8 ડીગ્રી નોંધાયું છે.જ્યારે નલિયાનું 1 ડીગ્રી લઘુતમ તાપમાન ઘટીને 8.8 ડીગ્રી નોંધાયું છે.તો કંડલાનું લઘુતમ તાપમાંન 10.8 ડીગ્રી અને ડીસાનું લઘુતમ તાપમાન 13.8 નોંધાયું છે.
શિયાળાની ઋતુ ચાલુ થઈ છે પરંતુ શિયાળાની ઠંડીનો અહેસાસ થતો નથી. બેવડી ઋતુઓ અહેસાસ થઈ રહ્યો છે. જો કે ગુજરાતમાં ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં ઠંડીનું જોર વધુ રહે છે. જો કે ડિસેમ્બર મહિના એક સપ્તાહ વીતી ગયો છે તેમ છતાં પણ લઘુતમ તાપમાન નોર્મલ કરતા ઊંચું છે.પરંતુ હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 48 કલાક કચ્છમાં કોલ્ડ વેવ રહેશે અને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં લઘુતમ તાપમાન 2થી 3 ડીગ્રી ઘટશે.