દિપીકા ખુમાણ, અમદાવાદ: સુરતનાં વિવાન શાહે તાજેતરમાં શ્રીલંકાની હોટેલ સિટ્રસ, વાસ્કાડુવા ખાતે આયોજિત કોમનવેલ્થ યુથ ચેસ ચેમ્પિયનશીપ દરમિયાન ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. U-10 ઓપન કેટેગરીમાં જોરદાર પ્રદર્શન કરીને, સુરતનો વિવાન શાહ અપરાજિત રહ્યો હતો અને તેણે 9માંથી 9 પોઈન્ટ હાંસલ કર્યા હતા. જેના કારણે તે બોર્ડમાં ટોચ પર હતો અને ગોલ્ડ મેડલનો હકદાર બન્યો હતો. અંડર-14 ગર્લ્સ કેટેગરીમાં ફલક જોની નાઈક દ્વારા સિલ્વર મેડલ અને અંડર-10 ગર્લ્સ કેટેગરીમાં હાન્યા શાહે બ્રોન્ઝ મેડલ જીતીને અન્ય નોંધપાત્ર પ્રદર્શન કર્યું હતું. આ તમામ ખેલાડીઓને પીએમઓ, કોલંબોમાં શ્રીલંકાના માનનીય વડાપ્રધાન દિનેશ ગુણવર્દના દ્વારા એવોર્ડ પ્રાપ્ત કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા.