નવીન ઝા, અમદાવાદ : ATS (Anti Terrorist Squad Gujarat) ગુજરાત અને ભારતીય કોસ્ટ ગાર્ડે (Indian Cost Guard) સંયુક્ત ઓપરેશન કરી પાકિસ્તાનની બોટ અને 30 કિલો હેરોઇન સહિત 8 પાકિસ્તાની (8 Pakistani Caught with Heroin) નાગરિકોની ધરપકડ કરી હતી.એ મામલે તપાસ માં અન્ય ખુલાસા થયા છે અને ગુજરાતથી લઈ પંજાબ સુધીનું કનેકશન સામે આવ્યું છે.Ats દ્વારા આરોપીઓનાં રિમાન્ડ મેળવી આગળ ની કાર્યવાહી શરૂ કરવા માં આવી હતી અને જેમાં વધુ 6 આરોપીઓ ના નામ સામે આવ્યા છે અને જે લોકો આ રેકેટમાં સામેલ હતા .
તપાસમાં સામે આવ્યું છે કે પાકિસ્તાનથી કરાંચીમાં રહેતા આરીફ કચ્છીએ પકડાયેલ આરોપીઓમાંથી હુસૈન ઇબ્રાહિમને હેરોઇનના પેકેટ આપ્યા હતા. ત્યારબાદ મુસ્તફા અને નસરુલ્લાએ નુહ નામની બોટ માં મૂકી દીધા હતા.આ ડ્રગનો જથ્થો દરિયામાં જઈ આરીફના કહેવા પ્રમાણે જખૌના દરિયામાં જઈ હાજીના માણસનો સંપર્ક કરી સામેથી કાસમ તરીકે જવાબ આવે તે લોકોને આપવાની વાત કરી હતી.