Home » photogallery » ahmedabad » ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે વડાપ્રધાને અંતરિક્ષમાંથી લેવાયેલી ગુજરાતની અદ્ભુત તસવીરો શેર કરી, જુઓ અહીં
ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે વડાપ્રધાને અંતરિક્ષમાંથી લેવાયેલી ગુજરાતની અદ્ભુત તસવીરો શેર કરી, જુઓ અહીં
Gujarat Assembly Election 2022: ગુજરાતમાં પહેલા તબક્કાનું મતદાન પૂરું થઈ ગયું છે. ત્યારે બીજા તબક્કાના મતદાન માટે કવાયત હાથ ધરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત તમામ નેતાઓ પ્રચારમાં એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. આ બધા વચ્ચે વડાપ્રધાને અંતરિક્ષમાંથી ખેંચાયેલી ગુજરાતની કેટલીક સેટેલાઇટ તસવીરો શેર કરી છે.
ગુજરાતમાં ચૂટંણી પ્રચાર વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટર હેન્ડલ પર અંતરિક્ષમાંથી લેવાયેલી ગુજરાતની તસવીરો શેર કરી છે.
2/ 7
આ તસવીરો ઇસરોએ મોકલેલી છે અને સેટેલાઇટ ઇઓએસ-06થી લેવાયેલી છે. 8 નેનો ઉપગ્રહની સાથે 26 નવેમ્બરે EOS-06 સેટેલાઇટને સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રમાંથી સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યુ હતુ.
विज्ञापन
3/ 7
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરતા લખ્યુ છે કે, ‘શું તમે થોડા સમય પહેલાં જ લોન્ચ કરાયેલા EOS-06 ઉપગ્રહથી લેવાયેલી અદ્ભુત તસવીરો જોઈ છે? ગુજરાતની અપ્રતિમ તસવીરો શેર કરી રહ્યો છું.’
4/ 7
વડાપ્રધાન મોદીએ આગળ લખ્યુ હતુ કે, ‘સ્પેસ ટેક્નોલોજીની દુનિયામાં થઈ રહેલી પ્રગતિ આપણને ચક્રવાતની ભવિષ્યવાણી કરવામાં અને આપણી તટીય અર્થવ્યવસ્થાને આગળ વધારવામાં મદદ કરશે.’
5/ 7
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટર હેન્ડલ પર ચાર તસવીરો શેર કરી છે. જેમાં અરબ સાગરના કિનારે સ્થિત ગુજરાતની અદ્ભુત તસવીર દેખાઈ રહી છે.
विज्ञापन
6/ 7
વડાપ્રધાને શેર કરેલી સેટેલાઇટ ઇમેજમાં ગુજરાતનું અમદાવાદ અને ભુજ પણ દેખાઈ રહ્યા છે.
7/ 7
ઈઓએસ-6 ઓશનસેટ સિરિઝની ત્રીજી પેઢીનો ઉપગ્રહ છે. તેનો ઉદ્દેશ્ય ઉન્નત પેલોડ વિનિર્દેશોની સાથે સાથે અનુપ્રયોગ ક્ષેત્રો સહિત ઓશનસેટ-2 અંતરિક્ષ યાનની સેવાઓને આગળ વધારવાનો છે.