Home » photogallery » ahmedabad » કોરોનાનો કહેર: રાજ્યમાં પ્રથમવાર 50થી વધારે મોત, નવા સ્ટ્રેઇનના લક્ષણો જાણો અને સતર્ક રહો

કોરોનાનો કહેર: રાજ્યમાં પ્રથમવાર 50થી વધારે મોત, નવા સ્ટ્રેઇનના લક્ષણો જાણો અને સતર્ક રહો

આપણે સૌથી પહેલા સજાગ રહીએ અને કોરોનાના નવા સ્ટ્રેઇનને ઓળખીને તેને માત આપીએ.

  • 17

    કોરોનાનો કહેર: રાજ્યમાં પ્રથમવાર 50થી વધારે મોત, નવા સ્ટ્રેઇનના લક્ષણો જાણો અને સતર્ક રહો

    (Gujarat) રોજે રોજ કોરોનાના (Corona) નવા આંકડાઓમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે. રવિવારે રાજ્યમાં સતત બીજા દિવસે કોરોનાનો (coronavirus) આંકડો પાંચ હજારને પાર થઇ ગયો હતો. જ્યારે એક જ દિવસમાં 54 દર્દીઓના મોત નીપજ્યા છે. જે ઘણું જ ચિંતાજનક છે. ત્યારે આપણે કોરોનાના નવા સ્ટ્રેઇનના (corona new strain) લક્ષણો જાણી લેવા જોઇએ. આ નવો કોરોના નાના બાળકોને પણ પોતાની ઝપેટમાં લઇ રહ્યો છે. જો આ લક્ષણોને જાણીને પ્રાથમિક ધોરણે જ સારવાર લેવામાં આવે તો દર્દીના સાજા થવાની આશા વધારે હોય છે. ઘણાં કિસ્સાઓમાં જોવા મળ્યું છે કે, સારવાર લેવામાં થોડું પણ મોડું થાય તો દર્દીના જીવને જોખમ થઇ જાય છે. તેથી આપણે સૌથી પહેલા સજાગ રહીએ અને કોરોનાના નવા સ્ટ્રેઇનને ઓળખીને તેને માત આપીએ. (પ્રતીકાત્મક તસવીર)

    MORE
    GALLERIES

  • 27

    કોરોનાનો કહેર: રાજ્યમાં પ્રથમવાર 50થી વધારે મોત, નવા સ્ટ્રેઇનના લક્ષણો જાણો અને સતર્ક રહો

    પહેલાના કોરોનામાં તાવ આવવો, શ્વાસ લેવામાં તકલીફ થવી, શરદી- ખાંસી થવી તે સામાન્ય લક્ષણો હતા. પરંતુ નવા કોરોનાના સ્ટ્રેનમાં માથામાં દુખાવો, સૂકી ખાંસી, તાવ, ગળામાં દુખાવો, શ્વાસ લેવામાં મુશ્કેલી, લોસ ઓફ ટેસ્ટ-સ્મેલ, આંગળીઓમાં સોજા, બેચેની જેવા લક્ષણો હોય છે. આ ઉપરાંત પણ અન્ય લક્ષણો હોય છે તે જોઇએ. (પ્રતીકાત્મક તસવીર)

    MORE
    GALLERIES

  • 37

    કોરોનાનો કહેર: રાજ્યમાં પ્રથમવાર 50થી વધારે મોત, નવા સ્ટ્રેઇનના લક્ષણો જાણો અને સતર્ક રહો

    આંખોમાં લાલાશ - કોરોનાના નવા સ્ટ્રેનના કેટલાક ખાસ લક્ષણો છે. ઈન્ફેક્શનના નવા વેરિએન્ટમાં માણસની આંખો હળવી લાલ કે ગુલાબી થઈ શકે છે. આંખોમાં લાલાશ ઉપરાંત સોજો અને આંખોમાંથી પાણી નીકળવાની પણ ફરિયાદ રહે છે. (પ્રતીકાત્મક તસવીર)

    MORE
    GALLERIES

  • 47

    કોરોનાનો કહેર: રાજ્યમાં પ્રથમવાર 50થી વધારે મોત, નવા સ્ટ્રેઇનના લક્ષણો જાણો અને સતર્ક રહો

    કાનમાં સમસ્યા- ઈન્ટરનેશનલ જર્નલ ઓફ ઓડિયોલોજીના અહેવાલ પ્રમાણે, નવો સ્ટ્રેન કાન સાથે સંકળાયેલી મુશ્કેલીઓને વધારી દે છે. અભ્યાસમાં આશરે 56 ટકા લોકોમાં આ મુશ્કેલી જોવા મળી છે. (પ્રતીકાત્મક તસવીર)

    MORE
    GALLERIES

  • 57

    કોરોનાનો કહેર: રાજ્યમાં પ્રથમવાર 50થી વધારે મોત, નવા સ્ટ્રેઇનના લક્ષણો જાણો અને સતર્ક રહો

    પેટમાં સમસ્યા- સંશોધકોએ નવા સ્ટ્રેનમાં પેટ સાથે સંકળાયેલી ફરિયાદો પણ વધારે જોવા મળી છે. પહેલા દર્દીઓને શ્વાસ લેવામાં ફરિયાદ રહેતી હતી પરંતુ હવે પેટ સાથે જોડાયેલી મુશ્કેલીઓ પણ સામે આવી રહી છે. નવા સ્ટ્રેનમાં લોકોને ડાયેરિયા, ઉલ્ટી, પેટમાં ગરબડ અને પાચનસંબંધી મુશ્કેલી થાય છે. (પ્રતીકાત્મક તસવીર)

    MORE
    GALLERIES

  • 67

    કોરોનાનો કહેર: રાજ્યમાં પ્રથમવાર 50થી વધારે મોત, નવા સ્ટ્રેઇનના લક્ષણો જાણો અને સતર્ક રહો

    બ્રેન ફોગ - નવા સ્ટ્રેઇનમાં ન્યૂરોલોજિકલ ડિસઓર્ડરની સમસ્યા પણ સામે આવી રહી છે. લાંબા સમય સુધી કોરોનાથી બીમાર રહેનારા લોકોમાં બ્રેન ફોગ કે મેન્ટલ કન્ફ્યુઝનની સમસ્યા જોવા મળે છે. તેની અસર ઉંઘ અને મેમરી લોસ પર પણ પડી રહી છે. (પ્રતીકાત્મક તસવીર)

    MORE
    GALLERIES

  • 77

    કોરોનાનો કહેર: રાજ્યમાં પ્રથમવાર 50થી વધારે મોત, નવા સ્ટ્રેઇનના લક્ષણો જાણો અને સતર્ક રહો

    હાર્ટ બીટ - નવા સ્ટ્રેઇનમાં હૃદયમાં પણ સમસ્યાઓ અનુભવાય છે. એક અભ્યાસ પ્રમાણે, 78 ટકા લોકોએ કાર્ડિઆક સાથે સંકળાયેલી મુશ્કેલીની વાત કરી હતી. જ્યારે 60 ટકા લોકોએ મેયોકાર્ડિઅલ ઈન્ફ્લેમેશનની ફરિયાદ કરી હતી. (પ્રતીકાત્મક તસવીર)

    MORE
    GALLERIES