હર્મેશ સુખડિયા, અમદાવાદ: ગુજરાતમાં (Gujarat) સબસલામત ના દાવા વચ્ચે ફરી એકવાર સરેઆમ પ્રેમિકાની હત્યા (Girl Friend) કરવામાં આવી અને હંમેશની જેમ રાહદારીઓ મુકપ્રેક્ષક બન્યા હતા. જો કે અમદાવાદ શહેર પોલીસની (Ahmedabad city police) એલર્ટનેસને કારણે આરોપી ફરાર થાય તે પહેલાં જ તેની ધરપકડ કરી લેવામાં આવી. ક્યાં કારણથી આરોપીએ તેની પ્રેમિકાની (Girlfriend murder) જાહેરમાં હત્યા કરી તે બાબતે પોલીસ તપાસમાં સામે આવ્યું કે મૃતકને આરોપી ખૂબ પ્રેમ કરતો હતો અને તેના લીધે લગ્ન પણ કર્યા નહોતા. પણ દીકરી મોટી થતા મૃતકે વાત કરવાનું બંધ કર્યું અને તેના ઝનૂનમાં જ હત્યા કરી નાખી.
સીસીટીવીમાં દેખાતા દ્રશ્યો અમદાવાદના માધુપુરા વિસ્તારના છે. જ્યાં પ્રેમમાં પાગલ યુવકે તેની પરિણીત પ્રેમિકાને જાહેરમાં જ રહેંસી નાખી હતી. આરોપી નવીન અને મૃતક આશા બોડાણા વચ્ચે છેલ્લા 13 વર્ષથી પ્રેમ સંબંધ હતો. બંને વચ્ચે એટલો ગાઢ પ્રેમ સંબંધ હતો કે આરોપીએ તેની પ્રેમિકા આશાના અન્ય વ્યક્તિ સાથે લગ્ન થઈ જતા હજુ સુધી લગ્ન કર્યા નથી.
જોકે આશાના લગ્ન પછી પણ બન્ને વચ્ચે પ્રેમસંબંધ યથાવત હતો. થોડા સમય પહેલા જ આશાની દીકરીની સગાઈ થઈ હતી અને આશા અને નવીનના પ્રેમ સંબંધને કારણે તેની દીકરીની સગાઈ તૂટી ન જાય તે માટે આશાએ થોડા સમયથી નવીન સાથે બોલવાનું બંધ કરી દીધુ હતું. જેના આવેશમાં આવીને નવીને જાહેરમાં જ છરી ના ઘા ઝીંકીને આશા બોડાણા ને મોત ને ઘાટ ઉતારી દીધી હતી.
છેલ્લા કેટલાય સમયથી આશા તેના પ્રેમી નવીનને અવગણના કરતી હતી. નવીને તેની પ્રેમિકાને મનાવવા અનેક પ્રયત્નો પણ કર્યા પરંતુ આશા ટશની મશ નહોતી થઈ. આશાએ તેની દિકરીનું ભવિષ્ય ઉજળુ બનાવવા માટે નવીન સાથે વાત કરવાનું બંધ કર્યું. જેના કારણે આશાએ જીવ ગુમાવવાનો વારો આવ્યો. આરોપી નવીન છરી વડે હત્યા કરીને ફરાર થઇ ગયો હતો. જેને ઝડપી પાડવા ઝોન 2 પોલીસે માધવપુરાની અને એલસીબીની 3 અલગ અલગ ટિમો બનાવી હતી.