નવીન ઝા, અમદાવાદઃ અમદાવાદના (Ahmedabad news) ચાંદખેડાના હ્યુમન ટ્રાફિકિંગના (Human Trafficking of Chandkheda) પ્રયાસના ગુનામાં મુખ્ય આરોપી પ્રશાંત કાંબલે પોલીસના હાથે (Main accused caught) ઝડપાયો છે. પ્રંશાંતે આયા બિંદુ અને પુનાના પરિવારનો સંપર્ક કરાવ્યો હતો અને 1 લાખમાં 11 માસની બાળકીને વેચવાનો સોદો નક્કી થયો હોવાનુ સામે આવ્યુ છે. જોકે અન્ય કોઈ ગુનામાં આરોપીની સંડોવણી છે કે કેમ તેની પોલીસે તપાસ હાથ ધરી છે. હ્યુમન ટ્રાફિકિંગના ગુનામા ચાંદખેડા પોલીસને (chandkheda police) વધુ એક સફળતા મળી છે.
ચાંદખેડા પોલીસે પુનાના રહેવાસી પ્રશાંત કાંબલેની ધરપકડ કરી છે. પ્રશાંત કાંબલેએ આયા બિંદુ શર્મા અને પુનાનો પરિવાર કે જે બાળકીને દત્તક લેવા માંગતી હતી તેનો પરિચય કરાવ્યો હતો. અને બાળકીને 1 લાખમાં વેચવાનો સોદો પણ કર્યો હતો. જોકે પરિવારની સતર્કતાથી બાળકીને વેચી દેવામાં આવે તે પહેલા જ પોલીસે ગુનેહગારોને ઝડપી લીધા.
જેથી ચાંદખેડા પોલીસે તેની પણ શોધખોળ હાથ ધરી છે. ઉપરાંત બિંદુ ના 3 દિવસના રિમાન્ડ પણ મેળવવામાં આવ્યા છે. જોકે મુખ્ય આરોપી પ્રશાંતની ધરપકડ કર્યા બાદ બન્નેની ઉલટ તપાસ હાથ ધરી છે.મહત્વનુ છે કે પ્રશાંત કાંબલે પાસેથી પોલીસે તેના બન્ને મોબાઈલ કબ્જે કર્યા છે. જેના આધારે અન્ય કોઈ ગુનાને અજામ આપ્યો છે કેમ ઉપરાંત હ્યુમન ટ્રાફિકીંગના અન્ય ગુનાની પોલીસ તપાસ કરી શકે છે.