ઋત્વીજ સોની, અમદાવાદ: શહેરના પૂર્વ વિસ્તારમાં (East Ahmedabad) વધુ એક ઘાતકી હત્યાનો બનાવ (woman murder) સામે આવ્યો છે. પૂર્વ પતિએ મિત્રો સાથે મળીને મહિલાને ઘર નજીક જ એક પછી એક સંખ્યાબંધ છરીના ઘા મારીને લોહી લુહાણ કરી દીધી (knife attack on woman) અને ત્યાંથી નાસી છૂટયા. જો કે ગંભીર રીતે ઘાયલ થયેલી મહિલાનું મોત નીપજ્યું છે.
અમદાવાદના વટવા વિસ્તારમાં (Ahmedabad news) યુવતીના પૂર્વ પતિએ તેની હત્યા નીપજાવી હોવાની ઘટના સામે આવી છે. જેમાં વિંઝોલ ક્રોસિંગ પાસે આવેલી સુખ સાગર સોસાયટીમાં રહેતી હેમા મરાઠી નામની મહિલાને તેના જ પૂર્વ પતિ અજય ઠાકોરે છરી ના 20 થી વધુ ઘા મારીને હત્યા કરી હોવાનું ખૂલ્યું છે. આ બાબતે યુવતીના હાલના પતિ મહેશ ઠાકોરએ વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.