Home » photogallery » ahmedabad » Drugs Racket: ડ્રગ્સ મામલે દેશભરમાં NCBના દરોડા, ફિલ્મી સ્ટાઈલમાં પકડાયો હતો ડ્રગ્સનો જથ્થો

Drugs Racket: ડ્રગ્સ મામલે દેશભરમાં NCBના દરોડા, ફિલ્મી સ્ટાઈલમાં પકડાયો હતો ડ્રગ્સનો જથ્થો

Gujarat Drugs Rackets kutch points: ગુજરાત એટીએસ (Gujarat ATS) અને ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ (Indian Coastguard) દ્વારા મધદરિયે જઈને જયારે આ બોટને રોકવામાં પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે બોટ ચાલકે બોટ હંકારી મૂકતા ઇન્ડિયન કોસ્ટગાર્ડ દ્વારા પાકિસ્તાની બોટનો પીછો પણ કરવામાં આવ્યો હતો.

विज्ञापन

  • 16

    Drugs Racket: ડ્રગ્સ મામલે દેશભરમાં NCBના દરોડા, ફિલ્મી સ્ટાઈલમાં પકડાયો હતો ડ્રગ્સનો જથ્થો

    નવીન ઝા, અમદાવાદઃ ગુજરાત એટીએસ (Gujarat ATS) અને ઇન્ડિયન કોસ્ટગાર્ડના (Indian Coastguard) સંયુક્ત ઓપરેશને કચ્છના જખૌ (Jakhau) દરિયામાંથી 280 કરોડની કિમતનું 56 કિલો હેરોઈનના જથ્થા સાથે 09 આરોપીઓની ધરપકડ કરી હતી. અલ-હજ નામની પાકિસ્તાની બોટમાં (Pakistan boat) તમામ પાકિસ્તાનીઓ (Pakistani) સવાર હતા. ઉલ્લેખનીય છે કે  ગુજરાત એટીએસ અને ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા મધદરિયે જઈને જયારે આ બોટને રોકવામાં પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે બોટ ચાલકે બોટ હંકારી મૂકતા ઇન્ડિયન કોસ્ટગાર્ડ દ્વારા પાકિસ્તાની બોટનો પીછો પણ કરવામાં આવ્યો હતો અને ફાયરીંગ પણ કરવામાં આવ્યું હતું જેમાં બે થી વધુ પાકિસ્તાનીઓને સામાન્ય ઈજાઓ પણ પહોંચી હતી.

    MORE
    GALLERIES

  • 26

    Drugs Racket: ડ્રગ્સ મામલે દેશભરમાં NCBના દરોડા, ફિલ્મી સ્ટાઈલમાં પકડાયો હતો ડ્રગ્સનો જથ્થો

    ગુજરાત એટીએસ અને ઇન્ડિયન કોસ્ટલ ગાર્ડ દ્વારા મધદરિયે ૧૪ નોટીકલ માઈલ જળસીમાં જઈને સમગ્ર ઓપરેશન પાર પાડ્યું છે... જેમાં 09 જેટલા પાકિસ્તાની માછીમારોની ૫૬ કિલો હેરોઈનના જથ્થા સાથે ઝડપી લેવાયા. પાકિસ્તાનના મુસ્તુફા નામના વ્યક્તિએ પાકિસ્તાની બંદરથી પાકિસ્તાની બોટમાં હેરોઈનનો જથ્થો મોકલ્યો હતો.

    MORE
    GALLERIES

  • 36

    Drugs Racket: ડ્રગ્સ મામલે દેશભરમાં NCBના દરોડા, ફિલ્મી સ્ટાઈલમાં પકડાયો હતો ડ્રગ્સનો જથ્થો

    ૧૬૦૦ કિલોમીટર દરિયાઈ વિસ્તારમાં કોસ્ટલ ગાર્ડનું સતત પેટ્રોલિંગ ચાલતું રહેતું હોય છે પરંતુ ગુજરત એટીએસને મળેલી ચોક્કસ બાતમી આધારે આજે આ સમગ્ર ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. જેમાં ડ્રગ્ઝનો મોટો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે. મહત્વનું છે કે માછીમારી ની આડમાં પાકિસ્તાની બોટ ભારતના દરિયાઈ સીમમાં પ્રવેશી જતા હોય છે.

    MORE
    GALLERIES

  • 46

    Drugs Racket: ડ્રગ્સ મામલે દેશભરમાં NCBના દરોડા, ફિલ્મી સ્ટાઈલમાં પકડાયો હતો ડ્રગ્સનો જથ્થો

    પરંતુ મોટા ભાગની પાકિસ્તાની બોટમાં ડ્રગ્ઝનો જથ્થો રાખવામાં આવતો હોવાનું પોલીસ અનુમાન સેવી રહી છે.ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડ દ્વારા ઝડપી લેવામા આવેલા કરોડો રૂપિયાના ડ્રગ્ઝની હેરાફેરી પાછળ એક મહત્વનું કારણ સામે આવી રહ્યું છે. જેમાં દરિયામાં લાલ પરી નામની માછલીના શિકાર માટે માછીમારો આવતા હોય છે અને માછલી પકડવાની આડમાં ડ્રગ્ઝની હેરાફેરી કરવામાં આવતી હોવાનું પોલીસ અનુમાન સેવી રહી છે.

    MORE
    GALLERIES

  • 56

    Drugs Racket: ડ્રગ્સ મામલે દેશભરમાં NCBના દરોડા, ફિલ્મી સ્ટાઈલમાં પકડાયો હતો ડ્રગ્સનો જથ્થો

    કારણકે અત્યારસુધીના કેટલાક કિસ્સાઓમાં પોલીસ એજન્સીઓ સમક્ષ એવી હકીકત સામે આવે છે કે માછલીના શિકારકરવાની આડમાં સફેદ ઝેર ગુજરાતની દરિયાઈ સીમ મારફતે ભારતમાં લાવવામાં આવે છે. ત્યારે હાલ તો ગુજરાત એટીએસ દ્વારા 09 લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે અને આગળની વધુ તપાસ હાથ ધરી છે.

    MORE
    GALLERIES

  • 66

    Drugs Racket: ડ્રગ્સ મામલે દેશભરમાં NCBના દરોડા, ફિલ્મી સ્ટાઈલમાં પકડાયો હતો ડ્રગ્સનો જથ્થો

    ગુજરાતનો દરિયા કાંઠો પાકિસ્તાનથી નજીક હોવાના લીધે ડ્રગ્ઝ કાર્ટલો માટે ગુજરાતની દરિયાઈ સીમ ડ્રગ્ઝ ઉતારવા માટે સિલ્ક રૂટ બની ગયો છે. હરહમેશ ગુજરાતનો દરિયા કાંઠો શા માટે પસંદ કરવામાં આવે છે તેની પાછળનુંએક કારણ એ પણ છે કે પંજાબની બોર્ડરો પર ફેન્સીંગ કરી દેવામાં આવ્યું છે જેના લીધે જમીની સરહદેથી ડ્રગ્ઝ ઘુસાડવું ઘણું અઘરું પડી જાય છે. માટે ઇન્ટરનેશનલ ડ્રગ્ઝ માફિયાઓ દ્વારા દરિયાઈ માર્ગે આ સફેદ ઝેર ગુજરાતના ઓકવામાં આવી રહ્યું છે. જોકે હવે આગામી સમયમાં આરોપીઓની પૂછપરછ માં આ રેકેટ બાબતે મોટા અને મહત્વના ખુલાસા પણ થઈ શકે છે.

    MORE
    GALLERIES