Pramukh Swami Shatabdi Mahotsav: અમદાવાદના ઓગણજ સર્કલ પાસે પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં આખું પ્રમુખ સ્વામી નગર ઉભું કરવામાં આવ્યું છે. આવો જોઈએ કે આ નગર આકાશમાંથી કેવું દેખાય છે...
ડ્રોનથી લેવાયેલી પ્રમુખ સ્વામીનગરની તસવીર કે જેમાં જોઈ શકાય છે કે 600 એકરમાં ફેલાયેલું આ નગર કેવું અદ્ભુત દેખાઈ રહ્યુ છે.
2/ 10
અમદાવાદના ઓગણજ સર્કલ પાસે બનાવવામાં આવેલા પ્રમુખ સ્વામી નગરમાં દરરોજ લાખો લોકો મુલાકાત લઈ રહ્યા છે.
3/ 10
પ્રમુખ સ્વામી નગરમાં દિલ્હીમાં આવેલા અક્ષરધામની અદ્ભુત પ્રતિકૃતિ બનાવવામાં આવી છે.
4/ 10
પ્રમુખ સ્વામીનગરમાં ઊંચી પીઠિકા પર પ્રમુખ સ્વામી મહારાજની 40 ફૂટ ઊંચી પ્રતિમા બનાવવામાં આવી છે અને આજુબાજુમાં વિવિધ ફૂલોથી આકર્ષક સજાવટ કરવામાં આવી છે.
5/ 10
પ્રમુખ સ્વામી નગરમાં પ્રમુખ સ્વામી મહારાજની સુવર્ણ રંગની આકર્ષણ પ્રતિમા મૂકવામાં આવી છે.
6/ 10
600 એકરમાં ફેલાયેલા આ નગરમાં અનેક પ્રદર્શન બનાવવામાં આવ્યાં છે. આ ઉપરાંત બાળકો માટે પણ બાળનગરી બનાવવામાં આવી છે.
7/ 10
ડ્રોન દ્વારા લેવાયેલી પ્રમુખ સ્વામી મહારાજની પ્રતિમાની તસવીર. એકસાથે હજારો લોકો દર્શન કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.
8/ 10
પ્રમુખ સ્વામી નગરમાં વિવિધ પ્રદર્શન સહિત ભોજન અને અન્ય વ્યવસ્થા પણ કરવામાં આવી છે. જેમાં વાજબી દરે ભોજન મળી રહે છે અને વડીલોને આરામ કરવા માટે પણ જગ્યા બનાવવામાં આવી છે.
9/ 10
પ્રમુખ સ્વામી નગર રાત્રિના સમયે ઝળહળી ઉઠે છે. આખા નગરમાં ચારે તરફ રોશની કરવામાં આવે છે.
10/ 10
પ્રમુખ સ્વામી નગરમાં રાત્રિના સમયે લેસર એન્ડ સાઉન્ડ શોનું આયોજન કરવામાં આવે છે. જ્યાં 25 હજાર લોકો એકસાથે શો જોઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.