દીપિકા ખુમાન, અમદાવાદ: અમદાવાદના વેજલપુર વિસ્તારમાં રામનવમીની રંગેચંગે ઉજવણી કરવામાં આવી. રામનવમીની ઉજવણીને ભાગરૂપે સાંજના સમયે બકેરી સીટી 51,000 દિવડાઓની રોશનીથી ઝળહળી ઉઠ્યું. પ્રથમવાર બકેરી સીટીની 11 સોસાયટીઓએ સાથે મળીને એકસાથે મોટાપાયે ભગવાન શ્રીરામના જન્મોત્સવની ઉજવણીનું આયોજન કર્યું. જેનુ મુખ્ય આકર્ષણ 51000 દિવડાઓથી કરવામાં આવેલ સુશોભન રહ્યું હતું.