અમદાવાદ : રાજ્યમાં ઉત્તર પૂર્વના પવનના કારણે સૂકા પવનો ફૂંકાવવાના શરૂ થઈ ગયા છે. હવામાન વિભાગની આગાહીમાં જણાવ્યુ છે કે, રાજ્યમાં હાલ વાતાવરણ સૂકું રહેશે. પરંતુ દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદી ઝાપટા પડવાની સાંભવના છે. સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડમાં માવઠાની સાંભવના છે. તેમજ સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, પૂર્વ મધ્ય ગુજરાતમાં વાતાવરણ સૂકું રહેશે. અંબાલાલ પટેલના અનુમાન પ્રમાણે, દિવાળી અને નવા વર્ષના દિવસોમાં વાદળ છવાશે. આ સાથે રાજ્યના અનેક વિસ્તારોમાં વાવાઝોડું ફૂંકાવવાની શક્યતા છે.
દક્ષિણ ચીન ચક્રવાત સર્જાતા બાંગ્લાદેશ પૂર્વીય ભારત દક્ષિણ પૂર્વીય તટ સામાન્ય વાવાઝોડું કે વરસાદની શકયતા રહેશે. ઉત્તર પર્વતીય ભાગોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બનસના કારણે હિમ વર્ષા કે કમોસમી વરસાદ થવાની શકયતા રહેશે. દિવાળીના આસપાસ અને નવા વર્ષની શરૂઆતમાં વાદળો આવશે. આ આરસામાં દક્ષિણ પૂર્વીય તટીય ભાગોમા વાવાઝોડું ફૂંકાવવાની શકયતા છે. કેરળ, તમિલનાડુ ઓરિસ્સા, કર્ણાટકમાં વરસાદની શકયતા રહેશે.
હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલનું અનુમાન છે કે, દિવાળીના તહેવાર અને બેસતા વર્ષની શરૂઆતમાં વાદળો આવશે અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદી ઝાંપટાં થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. પરંતુ ચોમાસું પાક છે તે તૈયાર થઈ ગયો છે અને તેવા સંજોગમાં જો સામાન્ય વરસાદી ઝાપટાં પણ પડે એ તો ખેડૂતોનો ભાગ બગાડી શકે છે.
નોંધનીય છે કે, ડાંગમાં શિયાળાની શરૂઆતે ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. પાછોતરા વરસાદથી આહવા પાણી-પાણી થયું હતુ. બે દિવસ પહેલા બપોરે આહવામાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. તહેવારોમાં ભારે વરસાદ ખાબકતાં વેપારીઓ અને ખેડૂતો ચિંતિત બન્યા છે. પાછોતરા વરસાદને લીધે નાગલી, ડાંગરના પાકને નુકસાનની ભીતિ સેવાઇ રહી છે. બીજી બાજુ, રાજ્યના અન્ય વિસ્તારોમાં બેવડી ઋતુનો અનુભવ થઇ રહ્યો છે.