અમદાવાદઃ ધંધુકા ફાયરિંગની (Dhandhuka firing case) ઘટનામાં કિશન બાળિયા નામના (kishan bodia murder case) યુવકની હત્યાની ઘટના બાદ એક પછી એક નવા રાઝ બહાર આવી રહ્યા છે. પોલીસ પણ આ આખી ઘટનાને એક ષડયંત્રના ભાગરૂપે બની હોય તેવી રીતે જોઈ રહી છે. ત્યારે પોલીસની તપાસમાં કેવી રીતે આરોપી પહેલા મુંબઇના (Mumbai) મૌલાના અને ત્યારબાદ અમદાવાદના (Ahmedabad) મૌલવીના સંપર્કમાં આવ્યો અને આ હત્યાનું ષડ્યંત્ર ઘડવામાં આવ્યું તેવા અનેક તથ્યો સામે આવ્યા છે. જેને લઈને હજુપણ પોલીસની અલગ અલગ ટીમો શબ્બીર સહિત એવા કેટલા યુવાનો છે જે આવી કટ્ટરપથી વિચારધારામાં સંડોવાઇ ગુનાહિત કૃત્યમાં ધકેલાઈ રહ્યા છે.
ધંધુકા ફાયરિંગની ઘટનામાં કિશન નામના યુવકની હત્યા બાદ પોલીસે શબ્બીર ઉર્ફે સાબા દાદાભાઈ ચોપડા અને ઈમ્તીયાજ ઉર્ફે ઈમ્ત મહેબુબભાઇ પઠાણ ધરપકડ કરવામાં આવી છે. આ અંગે અમદાવાદ ગ્રામ્યના એસ.પી. વિરેન્દ્સિંહ યાદવએ જણાવ્યું કે આરોપીઓની પૂછપરછમાં અને પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી શબ્બીર આજથી એકાદ વર્ષ અગાઉ દિલ્હી ખાતે રહેતા મૌલાના કે જેઓ કોઈ ખાસ સંગઠન સાથે સંકળાયેલ છે તેઓના સંપર્કમા ઈન્સ્ટાગ્રામથી આવ્યો હતો.
સોશિયલ મીડિયામાં તેઓના વીડિયો સાંભળીને તે મુંબઈના મૌલાનાથી પ્રભાવિત થયો હતો. તેઓને મળવા માટે નવેક મહિના પહેલા શબ્બીર મુંબઈ ખાતે ગયો હતો. જ્યા તેને ધર્મ વિરૂદ્ધમા કોઈ ગુસ્તાખી કરે તો તેનો વિરોધ કરવા સંબંધે ચર્ચા થયેલી અને તેઓ દ્વારા અમદાવાદ જમાલપુર ખાતે રહેતા મૌલાના મહંમદ ઐયુબ યુસુફભાઈ જાવરાવાલાનો સંપર્ક કરવા જણાવ્યુ હતું.
ત્યારબાદ આરોપી શબ્બીર અમદાવાદ ખાતે જમાલપૂર, મેહમુદજી અલીજીની ચાલી, આફતાબ બેકરીની સામે મૌલાના મહંમદ ઐયુબ યુસુફભાઈ જાવરાવાલાને મળ્યો હતો. જ્યાં ધર્મ વિરોધી નિવેદનો કરતા માણસો સામે કામ કરવા માટેની ચર્ચા થઇ હતી. ચારેક મહીના અગાઉ મુંબઈના મૌલાના અમદાવાદ શાહઆલમ ખાતે આવેલા તે સમયે મૌલાના અયુબ પણ હાજર હતા ત્યાં શબ્બીર તેઓને મળ્યો હતો.
આ હત્યાની ઘટના 5 દિવસ અગાઉ પણ શબ્બીર અમદાવાદના મૌલાનાને મળ્યો હતો. અને હત્યા માટે પીસ્ટલ અને કારટીઝ મેળવ્યા હતા. મહત્વનું છે કે હવે પોલીસની એક ટીમ એ દિશામાં તપાસ કરી રહી છે કે મુંબઇનો મૌલાના છે કોણ અને મુંબઇના મોલના અને અમદાવાદના મૌલાનાના સંપર્કમાં અન્ય કેટલા યુવાનો છે. જેઓ તેઓના આવા વિચારોથી પ્રભાવિત થઈ ગુનાહિત પ્રવૃત્તિમાં ધકેલાઈ રહ્યા છે.