અમદાવાદ: ધંધુકા ફાયરિંગ વીથ મર્ડર કેસ (Dhandhuka firing murder case)ધીમે ધીમે ગરમાઈ રહ્યો છે ત્યારે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી (State Home Minister Harsh Sanghvi) પણ મૃતક કિશન બોડિયાના બેસણામાં હાજરી આપવા માટે પહોંચી ગયા હતા. બેસણામાં (besana) હાજરી આપ્યા બાદ મૃતકના પરિજનોને મળ્યા હતા. જ્યાં મૃતકની 20 દિવસની બાળકીને ખોળામાં લીધી હતી. અને બાળકીના માથા ઉપર હાથ મુકીને ન્યાય અપાવવાનું પણ વચન આપ્યું હતું.
બેસણામાં હાજરી આપ્યા બાદ રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું. 20 દિવસની માસૂમ દિકરીના પિતાની કપરીણ હત્યા થઈ છે સમગ્ર ગુજરાતના માનવતા વાદી લોકોની લાગણીઓ અમારા સુધી પહોંચી છે. રાજ્ય સરકારે જિલ્લા પોલીસને સ્પેશિયલ પીપીની નિમણૂક કરવા જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સમાજના આગેવાનોની માંગણી હતી કે આમાં તાત્કાલિક અલગ અલગ ટીમો લગાડવામાં આવ્યા અને તાત્કાલિક નિર્ણય લઈને 1 કલાકમાં જ પગલાં ભરાયા હતા. ટીમોના માધ્યમથી ઘટનાના અલગ અલગ પાસા પર તપાસ કરાઈ રહી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે આક્રોશમાં આવને હત્યા કે વેરમાં થતી હોય છે. પણ આ હત્યા એક ષડયંત્ર છે. ઊંડાણ પૂર્વક તપાસ કરતા હત્યારાઓ ક્યા પ્રકારે પ્રેરિત થયા તેની જાણકારી મેળવાઈ છે. આ હત્યા પાછળ બે યુવાનોને તો અમે પકડ્યા પણ તપાસ કરતા ખુલાસો થયો કે મારા જેવા અનેક યુવાનોના રુવાંડા ઊભા થાય તેવી સચ્ચાઈ સામે આવી છે.