અમદાવાદ: આગામી ટૂંક સમયમાં <strong></strong> શરૂ થઈ રહી છે, ત્યારે વિભાગ દ્વારા મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ-1ની વિગતો શેર કરવામાં આવી છે. અમદાવાદના લોકો છેલ્લા ઘણા સમયથી જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે મેટ્રો ટ્રેનના ફેઝ 1ની શરૂઆત 30મી સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન મોદી દ્વારા કરાવવામાં આવશે. અમદાવાદ પૂર્વ અને પશ્ચિમના છેડાને જોડતા થલતેજથી વસ્ત્રાલના રૂટ પર મેટ્રો ટ્રેનનું ઉદઘાટન વડાપ્રધાન નરેદ્ર મોદી દ્વારા કરવામાં આવશે.
મેટ્રો રેલમાં ટ્રેક્શન/ પાવર સપ્લાય સિસ્ટમની વાત કરીએ તો, મેટ્રો સિસ્ટમના સંચાલન માટે વીજળી એ ઉર્જાનો સ્ત્રોત છે. તેનો ઉપયોગ ટ્રેનો, સ્ટેશન સેવાઓ, વર્કશોપ, ડેપો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ચલાવવા માટે થાય છે. અમદાવાદ મેટ્રો ફેઝ-1 ને વિદ્યુત પાવર 132 kV વોલ્ટેજ સ્તરે પાવર સપ્લાય ઓથોરિટીના અનુરૂપ GSS (ગ્રીડ સબસ્ટેશન) પાસેથી ચાર RSS (રિસીવિંગ સબસ્ટેશન)માં પ્રાપ્ત થાય છે. ઓઇલ કૂલ્ડ પાવર ટ્રાન્સફોર્મર્સનો ઉપયોગ કરીને RSS પર 132 kV પાવર સપ્લાયને 33kV સુધી નીચે ઉતારવામાં આવે છે, અને પછી 33kV કેબલ દ્વારા વાયડક્ટ/ટનલ દ્વારા સહાયક અને ટ્રેક્શન સબ સ્ટેશનો સુધી વિતરિત કરવામાં આવે છે, જેને સહાયક સેવાઓ માટે 750 V DC ટ્રેક્શન સપ્લાય અને 415V ACમાં રૂપાંતરિત કરવામાં આવે છે.
આ સાથે મેટ્રો રેલમાં ટેલિકોમ્યુનિકેશન સિસ્ટમની વાત કરીએ તો, તેમાં ફાઇબર ઓપ્ટિક ટ્રાન્સમિશન સિસ્ટમ, ટેટ્રા રેડિયો સિસ્ટમ, ટેલિફોન એક્સચેન્જ સિસ્ટમ, પબ્લિક એડ્રેસ સિસ્ટમ (PAS),પેસેન્જર ઇન્ફર્મેશન ડિસ્પ્લે સિસ્ટમ (PIDS), ક્લોઝ સર્કિટ ટેલિવિઝન સિસ્ટમ (CCTV), એક્સેસ કંટ્રોલ અને ઇન્ટ્રુડર ડિટેક્શન સિસ્ટમ (ACID) સાથે સંકલિત સિસ્ટમ, કેન્દ્રિય ડિજિટલ રેકોર્ડિંગ સિસ્ટમ (CDRS) IP PBX ટેલિફોન સિસ્ટમ જેમાં દરેક સ્ટેશનમાં લગભગ 30 ફોન કનેક્શન છે. ટેરેસ્ટ્રીયલ ટ્રંક રેડિયો (TETRA) જેમાં દરેક ટ્રેનમાં રેડિયો અને 300 હેન્ડપોર્ટેબલ રેડિયો છે.
આગામી સમયમાં શરૂ થતી મેટ્રો રેલના પ્લેટફોર્મ સ્ક્રીન ડોર અને ટ્રેનની અંદર મુસાફરો માટે આપેલ અન્ય સુવિધાઓ વાત કરવામાં આવે તો, એલિવેટેડ સ્ટેશનો પર સંપૂર્ણ ઓટોમેટિક અડધી ઊંચાઈ (1.7 મીટર) પ્લેટફોર્મ સ્ક્રીન ગેટ આપવામાં આવે છે અને અંડરગ્રાઉન્ડ સ્ટેશનો પર સંપૂર્ણ ઊંચાઈના પ્લેટફોર્મ સ્ક્રીન દરવાજાની (2.1 મીટર) લગાવવામાં આવેલ છે. જ્યારે ટ્રેનની અંદર મુસાફરો માટે Passenger Emergency Alarms – 12 nos, Passenger Information System – 18 nos, Dynamic Route Map Display – 6 nos, Destination Indicators – 8 nos, ડિજિટલ રૂટ મૅપ – 12 nos, આઉટસાઇડ સ્પીકર – 12 nos, દિવ્યાંગોની વ્હીલ ચેર માટે અલગથી જગ્યા અને CCTV કેમેરા પણ લગાવામાં આવ્યા છે.
મેટ્રોને વિવિધ યાતાયાત ના સાધનો જેવા કે બુલેટ ટ્રેન, રેલ્વે, GSRTC, BRTS જોડે એકક્રિટ કરવામાં આવ્યા છે. કાલુપુર અને ગાંધીગ્રામ સ્ટેશનો રેલ્વે જોડે, કાલુપુર અને AEC સ્ટેશનો બુલેટ ટ્રેન જોડે અને રાણીપ, AEC, સાબરમતી, વાડજ સ્ટેશનો માંથી BRTS બસ માં જવા માટે કનેક્શન આપવામાં આવ્યું છે. દિવ્યાંગો માટે ખાસ સુવિધા કરવમાં આવી છે, જેમાં દિવ્યાંગો માટે ખાસ રેમ્પ અને વ્હિલચેરની સુવિધા પણ રહેશે. તે સિવાય નેશનલ બિલ્ડિંગ કોડ (NBC)ની માર્ગદર્શિકા અનુસાર ટેક્ટાઇલ (સ્પર્શેન્દ્રિય) રસ્તો, ઓછી ઉંચાઇ વાળા ટિકિટ કાઉન્ટર, લિફ્ટમાં બ્રેલ કોલ બટનઅને હેન્ડરેલ તેમજ રેસ્ટરૂમની સુવિધા આપવામાં આવી છે.
મેટ્રો રેલમાં પેસેન્જર સેફ્ટીનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવી છે. સ્ટેશનો આંતરરાષ્ટ્રીય સ્તરે સ્વીકૃત ધોરણો અને નેશનલ ફાયર પ્રિવેન્શન એસોસિએશન (NFPA-130) મુજબ સ્થળાંતર અને આગ સલામતી ધોરણોને પૂર્ણ કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે. સ્ટેશનની અંદરની જગ્યા અને દાદર/એસ્કેલેટર કટોકટીની સ્થિતિમાં મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવા માટે કોડની સંબંધિત જોગવાઈ અનુસાર ડિઝાઇન કરવામાં આવ્યા છે. ઇમરજન્સી ફાયર એસ્કેપ સ્ટેરકેસ અને ડેડીકેટેડ ફાયરમેન સીડીઓ સ્વીકૃત ધોરણોની જરૂરિયાત મુજબ ભૂગર્ભ સ્ટેશનોમાં પ્રદાન કરવામાં આવેલ છે. તમામ એલિવેટેડ સ્ટેશનોને પેસેન્જર સ્ક્રીન ગેટ આપવામાં આવ્યા છે અને તમામ અંડરગ્રાઉન્ડ સ્ટેશનોને પેસેન્જર સ્ક્રીન ડોર આપવામાં આવ્યા છે જેથી ટ્રેક પર કોઈ અકસ્માત ન થાય.
આ સાથે જ રેલમાં માટે આગની ઘટનાના કિસ્સામાં મુસાફરોને બહાર કાઢવા માટે વાયાડક્ટ અને ટનલની સાથે ઇમરજન્સી વોકવે આપવામાં આવ્યો છે. NFPA-130 ની ભલામણ મુજબ પેસેન્જરને એક ટનલમાંથી બીજી ટનલમાં ખસેડવા માટે બન્ને ટનલ વચ્ચે ક્રોસ પેસેજ આપવામાં આવ્યા છે. દરેક મેટ્રો કોચમાં સર્વેલન્સ કેમેરા અને ટોક બેકની સુવિધા આપવામાં આવી છે. મેટ્રો સ્ટેશનોમાં સર્વેલન્સ કેમેરા પણ આપવામાં આવ્યા છે. ફાયર ડિટેક્શન અને સપ્રેસન પ્રોવિઝન સિસ્ટમનું આયોજન કરવામાં આવ્યું છે. બેકઅપ પાવર સપ્લાયની વ્યવસ્થા માટે સ્ટેશનો પર ડીજી સેટ અને યુપીએસ આપવામાં આવે છે. તેમના નિયુક્ત કાર્યો માટે પંપ રૂમ અને પાણીની ટાંકી આપવામાં આવી છે.
લાઇસન્સ અને મંજૂરી પ્રક્રિયાની સિસ્ટમ પ્રક્રિયા માટે લિફ્ટ્સ માટે લાઇસન્સ અને પ્રમાણપત્ર, એસ્કેલેટર માટે લાઇસન્સ અને પ્રમાણપત્ર. રોલિંગ સ્ટોક (ટ્રેન) માટે RDSO ની મંજૂરી, રોલિંગ સ્ટોક (ટ્રેન) માટે ભારતીય રેલ્વેની મંજૂરી, RDSO તરફથી તમામ સિસ્ટમો માટે ટેકનિકલ ક્લિયરન્સ, ટનલ વેન્ટિલેશન સિસ્ટમ ડિઝાઇન ની મંજૂરી, ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન (DOT) તરફથી વાયરલેસ ઓપરેટિંગ લાઇસન્સ, સિગ્નલિંગ સિસ્ટમની સલામતી માટે ISA (Independent Safety Assessor) નું પ્રમાણપત્ર, પ્લેટફોર્મ સ્ક્રીન ડોર સિસ્ટમની સલામતી માટે ISA (Independent Safety Assessor) નું પ્રમાણપત્ર, દરેક સ્ટેશન માટે AMC ફાયર ડીપાર્ટમેન્ટ દ્વારા ફાયર ક્લિયરન્સ, સ્ટેશન નિયંત્રકો અને ટ્રેન ઓપરેટરોની ભરતી અને તાલીમ - 250 થી વધુ સંખ્યા, કમિશ્નર ઓફ મેટ્રો રેલ સેફ્ટી (CMRS) દ્વારા મેટ્રો શરૂ કરવા માટે મંજૂરીની જરૂર પણ પડશે.
આ મેટ્રો રેલના ભાડા પત્રકની પણ વિગતો આપવામા આવી છે. તેની વાત કરવામાં આવે તો, બન્ને કોરિડોરમાં ટિકિટોનો દર અલગ અલગ સ્ટેશન માટે ₹ 5 થી 25ની વચ્ચે રહેશે. વધુમાં વાત કરીએ તો, પ્રથમ 2.5 કિમીનું ભાડૂ પાંચ રૂપિયા રાખવામાં આવ્યું છે. 2.5 કિમી થી 7.5 કિમીનું ભાડૂ 10 રૂપિયા રાખવામાં આવ્યું, 7.5 કિમી થી 12.5 કિમીનું ભાડૂ 15 રૂપિયા રાખવામાં આવ્યું છે, જ્યારે 12.5 કિમી થી 17.5 કિમીનું ભાડૂ 20 રૂપિયા રાખવામાં આવ્યું છે, અને 17.5 કિમીથી 22.5 કિમીનું ભાડૂ 25 રૂપિયા રાખવામાં આવ્યું છે.
મેટ્રો રેલના પ્લેટફોર્મ લેવલની વાત કરવામાં આવે તો, એલિવેટેડ પ્લેટફોર્મ હવામાન, લાઇટિંગ અને વેન્ટિલેશન મળી રહે તે પ્રમાણે ડિઝાઇન કરાયેલા છે. પ્લેટફોર્મ સ્ક્રીન દરવાજા, દિશાસૂચક ફ્લોરિંગ, ઇમરજન્સી ટેલિફોન, પબ્લિક એડ્રેસ સિસ્ટમ (PAS), પેસેન્જર ઇન્ફોર્મેશન ડિસ્પ્લે સિસ્ટમ (PIDS) વગેરે જેવી સુવિધાઓ; મુસાફરોની સલામતી માટે પ્લેટફોર્મ પર પ્રદાન કરવામાં આવી છે.
આગામી સમયમાં શરૂ થનારી મેટ્રો રેલના ટ્રેકની વાત કરવામાં આવે તો, અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ નેટવર્ક હેઠળ કોરિડોર માટે બે પ્રકારના ટ્રેક સ્ટ્રક્ચર આપવામાં આવ્યા છે. ડેપોમાં સામાન્ય બલાસ્ટેડ ટ્રેક (વર્કશોપ્સની અંદર, નિરીક્ષણ લાઇન અને વોશિંગ પ્લાન્ટ લાઇન સિવાય) ટ્રેક બનાવવામાં આવ્યો છે, જ્યારે વાયડક્ટ્સ અને ટનલની અંદર બલાસ્ટલેસ ટ્રેક બનાવવામાં આવ્યો છે. સંપૂર્ણ ટ્રેક LWR/CWR સાથે જોઈન્ટ-લેસ બનાવવામાં આવ્યો છે.