નવીન ઝા, અમદાવાદઃ શહેરમાં રેહતી એક મહિલાએ સાયબર પોલીસ સ્ટેશનમાં (cyber police station) ફરિયાદ નોંધાવી હતી. અને જેમાં તેને ઉલ્લેખ કર્યો હતો કે કોઈ વ્યક્તિએ તેના પ્રોફાઈલ પિકચર લઈ ફેસબૂક અને ઇન્સ્ટાગ્રામ (Facebook and Instagram) ઉપર આઈ ડી બનાવી તેના ફોટોનો ઉપયોગ કરી તેને હેરાન પરેશાન કરી રહ્યો છે. ફરિયાદ મળતા સાયબર ક્રાઈમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી અને પોલીસે એક આરોપીની ધરપકડ કરી લીધી છે.