હર્મેશ સુખડિયા, અમદાવાદ: શહેરનો એસજી હાઈવે (accident on SG Highway) મોતનો રોડ બન્યો હોય તેમ છાશવારે જીવલેણ અકસ્માતો થઈ રહ્યા છે. તેવામાં ગત મોડી રાતે એક કાર ચાલકે દંપતીને (couple death in accident) અડફેડે લેતા તેમના મોત નિપજ્યા હતા. જે અંગે ટ્રાફિક પોલીસે (Ahmedabad traffic police) ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સાથે જ જે કાર વડે અકસ્માત થયો હતો તે કાર પણ કબ્જે કરી છે. જોકે આરોપી ફરાર થઈ ગયો છે. જેની પોલીસે શોધખોળ હાથ ધરી છે.