અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસની ત્રીજી લહેર (Gujarat corona third wave) હવે અંતના આરે આવીને ઊભી છે ત્યારે ગુજરાતમાં દરરોજ કોરોનાના કેસોમાં (Gujarat corona case) ઘટાડો થઈ રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસોની વાત કરીએ તો ગુજરાતભરમાં કોરોનાના 58 કેસ નોંધાયા છે ત્યારે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં (Gujarat covid-19 update) એકપણ કોરોનાના કેસો નોંધાયા નથી. રાજ્યમાં કોરોનામાંથી 112 દર્દીઓ સાજા થયા છે. આમ રાજ્યમાં કોરોનામાંથી સાજા થવાનો દર 99.05 ટકા નોંધાયો હતો.
ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરેલા આંકડા પ્રમાણે ગુજરાતભરમાં કોરોનાના 58 કેસ નોંધાયા છે ત્યારે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં એકપણ કોરોનાના કેસો નોંધાયા નથી. રાજ્યમાં કોરોનામાંથી 112 દર્દીઓ સાજા થયા છે. આમ રાજ્યમાં કોરોનામાંથી સાજા થવાનો દર 99.05 ટકા નોંધાયો હતો. અત્યારે ગુજરાતમાં 662 એક્ટીવ કેસો છે.
રાજ્યના વિવિધ જિલ્લા અને મહાનગર પાલિકાઓમાં કોરોનાની આજની સ્થિતિ અંગે વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશનમાં 27, વડોદરા કોર્પોરેશનમાં 7, ડાંગમાં 5, વડોદરામાં 4, ગાંધીનગરમાં 3, ગાંધીનગર કોર્પોરેશનમાં 2, આણંદમાં 1, અરવલ્લીમાં 1, બનાસકાંઠામાં 1, ભાવનગર કોર્પોરેશનમાં 1, છોટાઉદેપુરમાં 1, દાહોદમાં 1, જામનગરમાં 1, નવસારીમાં 1, સુરતમાં 1, સુરત કોર્પોરેશનમાં 1 કેસ નોંધાયો હતો.