અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના કેસોમાં ધરખમ ઘટાડો નોંધાયો છે. તો બીજી તરફ ઓમિક્રોનનો નવો વેરિએન્ટે પણ વિશ્વમાં ફફડાટ ફેલાવી રાખ્યો છે. મુંબઈમાં નવા વેરિએન્ટના દર્દીઓ પણ દેખાવાના શરૂ થયા છે. આવી પરિસ્થિતિ વચ્ચે ગુજરાતમાં કોરોનાની સ્થિતિ સુધરી છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના (covid-19 case) 8 કેસ નોંધાયા છે. જ્યારે નવ દર્દીઓ સાજા થયા છે.