અમદાવાદઃ દિલ્હી સહિતના મોટા શહેરોમાં કોરોના વાયરસના કેસોમાં (coronavirus case) વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે દેશમાં કોરોનાની ચોથી લહેરના ભણકારા (corona fourth wave) સંભળાઈ રહ્યા છે. આવી સ્થિતિ વચ્ચે ગુજરાતમાં પણ કોરોનાએ (Gujarat covid-19 update) ફરીથી માંથુ ઉચક્યું હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કેસોમાં વધારો જોવા મળ્યો હતો. આજે 5 મે 2022ના દિવસે કોરોના વાયરસના નવા 25 કેસો નોંધાયા હતા. જ્યારે 14 દર્દીઓ કોરોનામાંથી સાજા થયા હતા. (પ્રતિકાત્મક તસવીર)
ગુજરાતના વિવિધ જિલ્લા અને મહાનગર પાલિકાઓમાં કોરોના વાયરસના કેસોની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં અમદાવાદ કોર્પોરેશનમાં 9 કેસ, વડોદરા કોર્પોરેશનમાં 8 કેસ, અમદાવાદમાં 3 કેસ, ગાંધીનગર કોર્પોરેશનમાં 3 કેસ, આણંદમાં 1 કેસ, વડોદરામાં 1 કેસ નોંધાયો હતો. જ્યારે અમદાવાદ કોર્પોરેશનમાં 8 દર્દીઓ, વડોદરા કોર્પોરેશનમાં 2, ભરૂચમાં 1, દાહોદમાં 1 અને સુરતમાં બે દર્દીઓ કોરોનામાંથી સાજા થયા હતા. (પ્રતિકાત્મક તસવીર)