અમદાવાદઃ ગુજરાતમાં એકતરફ ચોમાસું જામતું જાય છે ત્યારે બીજી તરફ કોરોના વાયરસના કેસોમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી કોરોના વાયરસના કેસોમાં ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસની (coronavirus) સ્થિતિ અંગે વાત કરીએ તો રાજ્યમાં કોરોના વાયરસના નવા 419 કેસ (Gujarat coronavirus news case) નોંધાયા હતા. જ્યારે બીજી તરફ રાજ્યમાં 454 દર્દીઓ કોરોનામાંથી સાજા થયા હતા. આમ રાજ્યમાં કોરોના વાયરસમાંથી સાજા થવાનો દર 98.83 ટકા થયો હતો. (પ્રતિકાત્મક તસવીર)
ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે છે રાજ્યમાં કોરોના વાયરસના નવા 419 કેસ નોંધાયા હતા. જ્યારે બીજી તરફ રાજ્યમાં 454 દર્દીઓ કોરોનામાંથી સાજા થયા હતા. આમ રાજ્યમાં કોરોના વાયરસમાંથી સાજા થવાનો દર 98.83 ટકા થયો હતો. રાજ્યમાં કોરોના વાયરસના કારણે એકપણ દર્દીનું મોત નીપજ્યું નથી. (પ્રતિકાત્મક તસવીર)
રાજ્યમાં વિવિધ જિલ્લાઓ અને મહાનગરપાલિકાઓમાં કોરોના વાયરસની સ્થિતિ અંગે વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશનમાં 159 કેસ, સુરત કોર્પોરેશનમાં 78, વડોદરા કોર્પોરેશનમા 29, મહેસાણામાં 19, ભાવનગર કોર્પોરેશનમાં 16, મોરબીમાં 12, વડોદરામાં 11, વલસાડમાં 11, ગાંધીનગર કોર્પોરેશનમાં 10, સુરતમાં 9, રાજકોટ કોર્પોરેશનમાં 8, ભરૂચમાં 7 કેસ નોંધાયા હતા. (પ્રતિકાત્મક તસવીર)