અમદાવાદઃ દેશની રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસના કેસોમાં (Delhi coronavirus case) વધારો થતાં દેશમાં ફફટાડ ફેલાયો છે ત્યારે ગુજરાતમાં કોરોના વાયરસની (Gujarat corona case) સ્થિતિ સમાન્ય બનેલી છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસની (covid-19 case) સ્થિતિ અંગે વાત કરીએ તો ગુજરાતભરમાં કોરોનાના નવા 14 કેસ નોંધાયા છે જ્યારે 20 દર્દીઓ સાજા થયા છે. આમ ગુજરાતમાં કોરોનામાંથી સાજા થવાનો દર 99.10 ટકા રહ્યો છે. (પ્રતિકાત્મક તસવીર)
રાજ્યમાં વિવિધ જિલ્લા અને મહાનગરપાલિકાઓમાં કોરોનાની સ્થિતિ અંગે વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશનમાં 8 કેસ, સુરતમાં 2 કેસ, વડોદરા કોર્પોરેશનમાં 2 કેસ, દાહોદમાં 1 અને ખેડામાં એક કેસ નોંધાયો છે. આ ઉપરાંતના જિલ્લા અને મહાનગર પાલિકાઓમાં કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી. અમદાવાદ કોર્પોરેશનમાં 10 દર્દીઓ અને વડોદરા કોર્પોરેશનમાં ચાર દર્દીઓ, બનાસકાંઠામાં 2, ગાંધીનગર કોર્પોરેશનમાં 1 અને જામગનગર કોર્પોરેશનમાં 1 કેસ નોંધાયો હતો. (પ્રતિકાત્મક તસવીર)