અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસની ત્રીજી લહેરના (Gujarat coroanvirus third wave) વળતા પાણી થઈ રહ્યા છે. ત્યારે ગુજરાતમાં કોરોના વયારસની સ્થિતિ (Gujarat covid-19 case update)અંગે વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં કોરોના કેસો 300ની નીચે આવી ગયા છે. આજે 24 ફેબ્રુઆરી 2022ના રોજ ગુજરાતમાં કોરોના નવા કેસ 293 નોંધાયા છે ત્યારે આઠ લોકોએ કોરોનાના (Gujarat corona death) કારણે પોતાના જીવ ગુમાવ્યા છે. બીજી તરફ 728 દર્દીઓએ કોરોનાને મ્હાત આપીને સાજા થયા છે. આમ ગુજરાતમાં કોરોનામાંથી સાજા થવાનો દર 98.87 ટકા રહ્યો છે.
ગુજરાતમાં વિવિધ જિલ્લા અને મહાનગર પાલિકાઓમાં કોરોનાના નવા કેસોની વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશનમાં 112, વડોદરા કોર્પોરેશનમાં 30, વડોદરા જિલ્લામાં 23, રાજકોટ કોર્પોરેશનમાં 11, સુરતમાં 10, બનાસકાંઠા જિલ્લામાં 9, ગાંધીનગર કોર્પોરેશનમાં 8, મોબરીમાં 8, સુરત કોર્પોરેશનમાં 7, દાહોદમાં 6, મહેસાણામાં 6, પાટણમાં 6 કેસ નોંધાયા હતા.
ગુજરાતમાં એક્ટીવ કેસોની વાત કરીએ તો ગુજરાતમાં અત્યારે 2942 કોરોનાના એક્ટીવ કેસો છે. જેમાં 34 દર્દીઓ વેન્ટીલેટર ઉપર છે જ્યારે 2908 દર્દીઓ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં 1208013 દર્દીઓ ડીસ્ચાર્જ થયા છે. જ્યારે 10919 દર્દીઓના મોત નીપજ્યા છે. છેલ્લા 24 કલાકમાં 1,15,002 લોકોનું રસીકરણ થયું હતું. જેમાં 14202 લોકોને પ્રીકોશન ડોઝ અપાયા હતા.