અમદાવાદઃ અમદાવાદ શહેર સહિત ગુજરાતમાં (Gujarat monsoon) અનેક વિસ્તારોમાં જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ છે ત્યારે વરસાદી મૌસમ (heavy rain) વચ્ચે ગુજરાતમાં કોરોના આંકડામાં પણ ચડઉતર જોવા મળી રહી છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસની (Gujarat coronavirus) સ્થિતિ અંગે વાત કરીએ તો આજે 11 જુલાઈના રોજ ગુજરાતમાં કોરોના વાયરસના 511 કેસ નોંધાયા હતા. જ્યારે રાજ્યભરમાંથી 426 દર્દીઓ કોરોનામાંથી સાજા થયા છે.
ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરેલા આંકડા પ્રમાણે આજે 11 જુલાઈના રોજ ગુજરાતમાં કોરોના વાયરસના 511 કેસ નોંધાયા હતા. જ્યારે રાજ્યભરમાંથી 426 દર્દીઓ કોરોનામાંથી સાજા થયા છે. રાજ્યમાં કોરોના વાયરસના કારણે એકપણ વ્યક્તિનું મોત નીપજ્યું નથી. આમ રાજ્યમાં કોરોનામાંથી સાજા થવાનો દર 98.78 ટકા નોંધાયો છે. (પ્રતિકાત્મક તસવીર)
રાજ્યમાં વિવિધ જિલ્લા અને મહાનગરપાલિકાઓમાં કોરોના અંગેની સ્થિતિ અંગેની વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશનમાં 185, સુરત કોર્પોરેશનમાં 71, વડોદરા કોર્પોરેશનમાં 40, મહેસાણામાં 31, ગાંધીનગર કોર્પોરેશનમાં 21, ભાવનગર કોર્પોરેશનમાં 19, કચ્છમાં 18, સુરતમાં 16, રાજકોટ કોર્પોરેશનમાં 13, મોરબીમાં 11, ગાંધીનગરમાં 9, રજકોટમાં 9, અરવલ્લીમાં 8, નવસારીમાં 8, ભાવનગરમાં 7, વલસાડમાં 6, અમદાવાદમાં 5 કેસ નોંધાયા હતા. (પ્રતિકાત્મક તસવીર)