અમદાવાદઃ આજે શુક્રવારે અમદાવાદ સહિત ગુજરાતમાં વિવિધ શહેરોમાં ભગવાન જગન્નાથની રથયાત્રા (Rathyatra) નીકળી હતી. બધી જગ્યાએ શાંતિપૂર્ણ રીતે રથયાત્રા સંપન્ન થઈ હતી. લાખો લોકોએ ભગવાન જગન્નાથના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. તો બીજી તરફ કોરોના વાયરસે (coronavirus) પણ માથુ ઉચક્યું છે. રથયાત્રાના દિવસે જ ગુજરાતમાં કોરોના વિસ્ફોટ (Gujarat covid-19) થયો હતો. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં (Gujarat) 632 કોરોના કેસ નોંધાયા હતા. બીજી તરફ 384 દર્દીઓ કોરોનામાંથી સાજા થયા હતા. (પ્રતિકાત્મક તસવીર)
આ ઉપરાંત નવસારીમાં 18, સુરતમાં 18, કચ્છમાં 14, રાજકોટ કોર્પોરેશનમાં 14, ગાંધીનગરમાં 11, પાટણમાં 11, ભાવનગર કોર્પોરેશનમાં 8, દેવભૂમિ દ્વારકા 7, રાજકોટમાં 7, સાબરકાંઠામાં 6, ભરૂચમાં 5, અમદાવાદમાં 4, આણંદમાં 4, જામનગર કોર્પોરેશનમાં 4, મોરબીમાં 4, વડોદરામાં 4, અમરેલીમાં 2, ભાવનગરમાં 2, ખેડામાં 2, સુરેન્દ્રનગરમાં 2, બનાસકાંઠામાં 1, દાહોદમાં 1, ગીર સોમનાથમાં 1, પંચમાલમાં 1, તાપીમાં એક કેસ નોંધાયો હતો. (પ્રતિકાત્મક તસવીર)