અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસની ત્રીજી લહેર (Gujarat corona third wave) અંતના આરે આવીને ઊભી છે. ધીમે ધીમે કોરોનાના કેસોમાં ઘટાડો (coronavirus case) નોંધાયો હતો. હવે ગુજરાતમાં નામ માત્રનો જ કોરોના રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના કેસોની (Gujarat coronavirus live updates) સંખ્યા 100ની અંદર આવી ગઈ છે. આજે શુક્રવારે 4 માર્ચ 2022ના રોજ ગુજરાતમાં કોરોનાના નવા 96 કેસ નોંધાયા હતા. જ્યારે ખુશીની વાત એ છે કે ગુજરાતભરમાં આજે એક પણ વ્યક્તિએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યો નથી. રાજ્યમાં રિકવરી રેટ 99.02 ટકા થયો હતો. જ્યારે રાજ્યમાં 237 દર્દીઓ કોરોનામાંથી સાજા થયા છે.
ગુજરાતમાં મહાનગર પાલિકાઓ અને જિલ્લાઓમાં કોરોના અંગેની સ્થિતિની વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશનમાં 38, વડોદરા કોર્પોરેશનમાં 8, રાજકોટ કોર્પોરેશનમાં 7, તાપીમાં 5, અમરેલીમાં 4, આણંદમાં 4, વડોદરામાં 4, બનાસકાંઠામાં 3, કચ્છમાં 3, સુરતમાં 3, ડાંગમાં 2, ગાંધીનગરમાં 2, મહેસાણામાં 2, સુરત કોર્પોરેશણાં 2, અમદાવાદમાં 1, ભાવનગર કોર્પોરેશમાં 1, દાહોદમાં 1, ખેડામાં 1, નવસારીમાં 1, સુરેન્દ્રનગરમાં 1, વલસાડમાં 1 કેસ નોંધાયા છે.