<br />અમદાવાદઃ ગુજરાતમાં બે દિવસ કોરોના કેસોમાં વધારો થયા બાદ આજે દેવદિવાળીના (DevDiwali) દિવસે કોરોનાના કેસમાં (coronavirus case) ઘટાડો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાની સ્થિતિ (Gujarat coronavirus update) અંગે વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 36 કેસો નોંધાયા છે. જોકે, અમદાવાદ શહેરમાં (Ahmedabad city corona) હજી પણ ચિંતાજનક સ્થિતિ છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદ કોર્પોરેશનમાં નવા 10 કેસ નોંધાાય છે. જ્યારે રિકવરી રીટ 98.74 ટકા રહ્યો છે. (પ્રતિકાત્મક તસવીર)
રાજ્યમાં ગુરુવારે પાંચ વાગ્યાથી આજે શુક્રવારે ચાર વાગ્યા સુધી કુલ 3,42,151 લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 7,65,69,351 લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે. જ્યારે દર્દીઓની સ્થિતિ અંગે વાત કરીએ તો રાજ્યમાં કુલ 331 કોરોના દર્દીઓ છે જેમાંથી 5 વેન્ટીલેટર ઉપર અને 326 દર્દીઓ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 8,16,726 દર્દીઓ ડીસ્ચાર્જ અને 10,091 દર્દીઓના મોત થયા છે. (પ્રતિકાત્મક તસવીર)
છેલ્લા 24 કલાકમાં રાજ્યના વિવિધ જિલ્લાઓ અને મહાનગરપાલિકાઓમાં નવા કોરોના કેસો અંગે વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશનમાં 10, વડોદરા કોર્પોરેશનમાં 8, નવસારીમાં 4, સુરત કોર્પોરેશનમાં 3, આણંદમાં 2, જામનગર કોર્પોરેશનમાં 2, મહેસાણામાં 2, ગાંધીનગર કોર્પોરેશનમાં 1, કચ્છમાં 1, સાબરકાંઠા 1, સુરતમાં 1 અને વલસાડમાં 1 કેસ નોંધાયો હતો. જ્યારે અન્ય શહેર અને મહાનગરપાલિકાઓમાં એકપણ કોરોનાનો કેસ નોંધાયો નથી. અને એકપણ મોત થયું નથી. (પ્રતિકાત્મક તસવીર)