<br />Gujarat Corona Update: રાજ્યમાં આજે કોરોના વાયરસના (Gujarat corona Cases) 09 નવા કેસ નોંધાયા છે. રાજ્યના 3 જિલ્લા અને 3 મહાનગરમાં જ આ નવા કેસ નોંધાયા છે. રાજ્યના 30 જિલ્લા અને 5 મહાનગરમાં આજે કોરોનાના નવા કેસ શૂન્ય છે. રાજ્યમાં 26 દર્દી સાજા થયા છે. ગુજરાતમાં બાળકોનું રસીકરણ (Corona vaccination) પણ પૂરજોશમાં શરૂ થયું છે ત્યારે રાજ્યમાંથી કોરોના મુક્ત ગુજરાત ગમે ત્યારે જાહેર થઈ શકે છે.
આજે અમદાવાદ શહેરમાં 08, વડોદરા શહેરમાં 10, સુરત શહેરમાં 01, રાજકોટ શહેરમાં 06, અને તાપીના 01 દર્દી મળીને કુલ 26 દર્દી સાજા થયા છે. રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા પણ નહીવત છે. આમ રાજ્યમાં ધીરે ધીરે તમામ જિલ્લાઓ કોરોના મુક્ત થવા તરફ આગળ વધી રહ્યા છે. બીજી બાજુ બાળકોનું રસીકરણ પણ પૂરજોશમાં ચાલી રહ્યુ છે.