Gujarat Corona Update: દેશ અને દુનિયામાં કોરોના મહામારીએ (Corona Cases In India) વધુ એક વખત માથું ઉંચક્યું છે. ત્યારે ગુજરાતમાં પણ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસ (Today Gujarat Corona virus Case)ના નવા કેસમાં ધરખમ વધારો નોંધાયો છે. ત્યારે આજે પોઝિટિવ કેસનોં આંકડો 200 પાર પહોંચી ગયો છે. ગુજરાતમાં પણ છેલ્લા 24 કલાકમાં કોરોનાવાયરસના નવા કેસમાં ધરખમ વધારો થયો છે. રાજ્યમાં 16 જૂનની સાંજે કોરોના વાયરસના નવા કેસની (Gujarat Covid Cases on 16-06-2022) સ્થિતિ વધારે વણસી રહી હોય તેમ લાગી રહ્યું છે. રાજ્યમાં કોરોના કેસનો એક્ટિવ આંકડો 1100ની પાર પહોંચી ગયો છે. રાજ્યમાં આજે 16 જૂનની સાંજે કોરોના વાયરસના નવા 228 કેસ નોંધાયા છે. જોકે રાજ્યમાં આજે અમદાવાદ શહેરમાં સૌથી વધુ 116 કેસ નોંધાયા છે.
રાજ્યમાં આજે 16 જૂનની સંધ્યાએ કોરોનાના 228 નવા કેસ નોંધાયા છે. જેમા સૌથી વધુ અમદાવાદમાં કોરોનાના 116 કેસ નોંધાયા છે. ત્યાં જ વડોદરામાં 30, સુરતમાં 26, રાજકોટમાં 12 કેસ, જામનગર અને ગાંધીનગરમાં 8, નવસારીમાં 5, ભરૂચમાં 4 કેસ, આણંદ, મહેસાણા અને વલસાડમાં 3 કેસ, અમરેલી અને કચ્છમાં 2, પંચમહાલ, પાટણ અને પોરબંદરમાં 1 કેસ કેસ નોંધાયા છે.
રાજ્યમાં આજે 16 જૂનની સાંજે કુલ 117 દર્દીઓ સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. જેમાંથી અમદાવાદ શહેરમાં સૌથી વધુ 65 દર્દીઓ સાજા થયા છે. ત્યાં જ વડોદરા કોર્પોરેશનમાં 20, સુરત કોર્પોરેશનમાં 09, ગાંધીનગર કોર્પોરેશન 04, મહેસાણા 03, વલસાડ 02, રાજકોટ કોર્પોરેશન 03, જામનગર કોર્પોરેશન-ગાંધીનગરમાં 01-01 દર્દીઓ સાજા થયા છે.