Home » photogallery » ahmedabad » Gujarat Corona Update: અમદાવાદમાં રથયાત્રા પહેલા કોરોનાએ સ્પીડ પકડી, જાણો રાજ્યમાં ક્યા કેટલા કેસ નોંધાયા

Gujarat Corona Update: અમદાવાદમાં રથયાત્રા પહેલા કોરોનાએ સ્પીડ પકડી, જાણો રાજ્યમાં ક્યા કેટલા કેસ નોંધાયા

Gujarat Corona Update: ગુજરાતમાં કોરોના કેસે (Corona Cases In Gujarat) ફરી માથું ઉંચક્યું છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસ (Today Gujarat Corona virus Case)ના નવા કેસમાં મોટો વિસ્ફોટ થયો છે. આજે રાજ્યમાં કોરોનાનાં 529 નવા કેસ નોંધાયા છે.

विज्ञापन

  • 15

    Gujarat Corona Update: અમદાવાદમાં રથયાત્રા પહેલા કોરોનાએ સ્પીડ પકડી, જાણો રાજ્યમાં ક્યા કેટલા કેસ નોંધાયા

    Gujarat Corona Update: અમદાવાદમાં એક બાજુ રથયાત્રાની તૈયારીઓને આખરી ઓપ અપાઇ રહ્યો છે ત્યાં જ શહેરમાં 1 જુલાઇના રોજ મોટી સંખ્યામાં માનવ મહેરામણ રથયાત્રામાં જોડાશે ત્યારે રાજ્યમાં કોરોના કેસમાં વિસ્ફોટ થયો છે. આજે તો રાજ્યમાં 500 થી પણ વધુ કેસ નોંધાયા છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસ (Today Gujarat Corona virus Case)ના નવા કેસમાં ગઇ કાલની સરખામણીએ આંકડામાં મોટો ઉછાળો નોંધાયો છે. ગુજરાતમાં 29 જૂનની સાંજે કોરોના વાયરસના નવા કેસની (Gujarat Covid Cases on 29-06-2022) સ્થિતિ ચિંતાજનક બની ગઇ છે. આજે રાજ્યામાં 500થી પણ વધુ કોરોના કેસ નોંધાયા છે.

    MORE
    GALLERIES

  • 25

    Gujarat Corona Update: અમદાવાદમાં રથયાત્રા પહેલા કોરોનાએ સ્પીડ પકડી, જાણો રાજ્યમાં ક્યા કેટલા કેસ નોંધાયા

    રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસમાં ધરખમ વધારો નોંધાયો છે. આજે રાજ્યમાં કોરોના એક્ટિવ કેસનો આંકડો 3000ની આસપાસ પહોંચી ગયો છે. રાજ્યમાં આજે 29 જૂનની સાંજે કોરોના વાયરસના નવા 529 કેસ નોંધાયા છે. જોકે રાજ્યમાં આજે અમદાવાદ શહેરમાં સૌથી વધુ 226 કેસ નોંધાયા છે. અમદાવાદમાં આજે 204 દર્દીઓ સ્વસ્થ થતા તેમને રજા આપવામાં આવી છે.

    MORE
    GALLERIES

  • 35

    Gujarat Corona Update: અમદાવાદમાં રથયાત્રા પહેલા કોરોનાએ સ્પીડ પકડી, જાણો રાજ્યમાં ક્યા કેટલા કેસ નોંધાયા

    રાજ્યમાં આજે 29 જૂનની સંધ્યાએ કોરોનાના 529 નવા કેસ નોંધાયા છે. ત્યાં જ 408 દર્દીઓ કોરોનાથી રિકવર થયા છે. અમદાવાદ કોર્પોરેશન 220, સુરત કોર્પોરેશન 79, વડોદરા કોર્પોરેશન 53, સુરત 20, વલસાડ 20, કચ્છ 13, નવસારી 13, મહેસાણા 12, રાજકોટ કોર્પોરેશન 12, ભરૂચ 10, ગાાંધીનગર કોર્પોરેશન 10, ગાાંધીનગર 8, જામનગર કોર્પોરેશન 7, અમદાવાદ 6, વડોદરા 6, આણંદ 5, પાટણ 5, ભાવનગર કોર્પોરેશન 4, દાહોદ, પંચમહાલ, સાબરકાાંઠા 03-03, અમરેલી, બનાસકાાંઠા, દેવભૂમિ દ્વારકા, મોરબી, પોરબાંદર, સુરેન્દ્રનગરમાં 02-02, ભાવનગર, ગીર સોમનાથ, જામનગર, ખેડા, રાજકોટમાં 01-01 કેસ નોંધાયા છે.

    MORE
    GALLERIES

  • 45

    Gujarat Corona Update: અમદાવાદમાં રથયાત્રા પહેલા કોરોનાએ સ્પીડ પકડી, જાણો રાજ્યમાં ક્યા કેટલા કેસ નોંધાયા

    રાજ્યમાં આજે સાંજ સુધીમાં કુલ 59,218 વ્યક્તિઓનું રસીકરણ થયું છે. રાજ્યમાં રસીકરણનો કુલ આંકડો વધી રહ્યો છે. રાજ્યમાં અત્યારસુધીમાં 11,13,61,977 ડોઝ આપવામાં આવ્યા છે.

    MORE
    GALLERIES

  • 55

    Gujarat Corona Update: અમદાવાદમાં રથયાત્રા પહેલા કોરોનાએ સ્પીડ પકડી, જાણો રાજ્યમાં ક્યા કેટલા કેસ નોંધાયા

    રાજ્યમાં આજે એક્ટિવ કેસનો આંકડો 2914 ની આસપાસ પહોંચી ગયો છે, રાજ્યમાં આજની તારીખમાં 02 દર્દી વેંટીલેટર પર છે, ત્યાં જ 2914 એક્ટિવ કેસ છે. રાજ્યમાં કુલ 2912 દર્દી સ્ટેબલ છે. રાજ્યમાં ડિસ્ચાર્જ થયેલા દર્દઓની સંખ્યા 12,17,623 છે. આ ઉપરાંત રાજ્યમાં મૃત્યુની સંખ્યા 10,946 છે.

    MORE
    GALLERIES