અમદાવાદઃ કોરોના મૃત્યુ પામેલા (corona patient died) પરિવારજનોને સહાય મળે તે માટે કેન્દ્ર સરકારની યોજનાનો (Central Government Scheme) લાભ લેવા આજે મોટી સંખ્યામાં લોકો અમદાવાદના (Ahmedabad) અસારવા વિસ્તારમાં પહોંચ્યા હતા. અસારવામાં સિવિલ હોસ્પિટલમાં (Asarva civil hospital) આવેલીની ઓફિસમાં લોકોએ સર્ટિફિકેટ (Certificate) માટે લાઈન લગાવી હતી. કોરોનામાં (coronavirus) પરિવારજનોને ગુમાવી દીધા બાદ સરકારી સહાય માટેની વેદના પણ લોકોએ અનુભવી રહ્યા છે. અમદાવાદમાં રહેતા ઉવર્શી ભટ્ટ વંદના બ્રહ્મભટ્ટ અને વિપુલ રાવલ ની કહાની આવા જ પરિવારોમાંની એક છે.કેસ સ્ટડી તરીકે ન્યુઝ18 ગુજરાતી એ આ પરિવાર ના લોકો સાથે વાત કરી ત્યારે સિવિલ હોસ્પિટલમાં લાઈનમાં ઉભેલા આ લોકો ની કહાની પરથી એ સામે આવ્યું કે આમ ભલે આ ત્રણેય અલગ અલગ વિસ્તારમાં રહે પરંતુ આ તમામ લોકો ની કહાની એક સરખી છે આમ તો ત્રણ અમદાવાદના અલગ વિસ્તારમાં રહે છે પરંતુ તેમની પરિસ્થિતિ એક સરખી છે. સર્ટિફિકેટ લેવા માટે લાઈનમાં ઊભેલા પરિજનો ઉર્વશી ભટ્ટ પતિનું મોત કોરોના ને કારણે એપ્રિલ મહિનામાં થયું. વંદના બ્રહ્મભટ્ટના સસરાનું મોત મે મહિનામાં થયું અને વિપુલ રાવલે પોતાના દાદીને ડિસેમ્બર 2020 માં ગુમાવ્યા. ત્રણે પરિવારના સભ્યો અમદાવાદની સિવિલ હોસ્પિટલના 1200 બેડમાં દાખલ હતા છતાં મૃત્યુનું કારણ કોરોના ન હોવાને કારણે આજે તેઓ ધક્કા ખાઇ રહ્યા છે.આ અંગે વંદનાબેન બ્રહ્મભટ્ટ સાથે વાતચીત કરતાં સામે આવ્યું કે જ્યારે કોરોના નો કપરો કાળ હતો ત્યારે હોસ્પિટલમાં દાખલ થવા માટે 108ને ફોન કર્યો તો વેઇટિંગ આવતું હતું. આ પણ વાંચોઃ-અમદાવાદઃ સચિવાલયમાં નોકરી કરતી પરિણીતાની દર્દભરી કહાની! પતિ કેનેડા ગયો, સાસુએ 15 તોલા સોનું પડાવી લીધું હવે સહાય માત્ર વેઇટ કરવી પડે છે. મારા સસરાને હોસ્પિટલ સુધી પહોંચતા જે સમય લાગ્યો તે હું ક્યારેય નહી ભૂલી શકું...આ અંગે વિપુલ રાવલ નું પણ કહેવું છે કે હું મણિનગર રહું છું મારા દાદી નું મોત ડિસેમ્બર માં ઘરે થયું એટલે હું MCCD લેવા આવ્યો છે ઘરે કોરોના સારવાર લીધી હતી. આવા તો ગુજરાત નાં સેકડો પરિવાર છે જેઓ નજીક ના તાલુકા મામલતદાર ની ઓફીસ, સિવિક સેન્ટર માં જન્મ મરણ ની નોધણી ઓફિસ પર અથવા તો અમદાવાદ ની કલેકટર કચેરીમાં જોવા મળશે. આ પણ વાંચોઃ-ગીર સોમનાથઃ વિચલીત કરતો હત્યાનો live video, ચાર યુવકોએ માર મારતા યુવક ચોકમાં જ ઢળી પડ્યો કારણ કે તમામ લોકો ના પરિજનો ના મૃત્યુ નોંધ માં કારણ કોરોના નથી લખ્યું આ જ કારણ છે કે સરકારી યોજના ની સહાય મેળવવા માટે લોકો સૌથી પહેલા MCCD સર્ટિફિકેટ મેળવવા ધક્કા ખાઈ રહ્યા છે. જેમને આશા પણ નથી કે તેમને આ સહાય મળશે કે નહિ...આ અંગે ઉર્વશી ભટ્ટ નું કહેવું છે કે હવે તો લાઇન માં ઊભા રહી ને કંટાળ્યા...નોટબંધી પછી કોરોનાએ પછી હોસ્પિટલ દવાખાના અને હવે આ સહાયની લાઈન...સિસ્ટમ સરળ થાય એવી છે. આ પણ વાંચોઃ-જયુપરમાં 5 સ્ટાર હોટલમાં પુત્રીના લગ્ન પહેલા જ કરોડો રૂપિયાના દાગીનાની ચોરી, મહેમાન બનીને આવ્યો હતો ચોર જો ઓનલાઈન આ બધી પ્રોસીજર મૂકે તો પણ ઓનલાઈનમાં પણ સર્વર ડાઉન છે. ઑફલાઈન ફોર્મ ભરવું પડે એટલે મેનેજમેન્ટ પરફેક્ટ હોવું જોઈએ. બહુ ધક્કા ખાધા આજે. ન્યુઝ૧૮ ગુજરાતી સાથે વાતચીત કરતાં લોકોએ જણાવ્યું હતું કે પહેલા પરિવારજનોને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાવવા માટે ધક્કા ખાધા અને હવે સર્ટિફિકેટ મેળવવા માટે ધક્કા ખાવા પડે છે. હાલ તો લોકો એ એ હદે ભોગવવાનો વારો આવ્યો છે કે સરકારી સહાયની રાહત કરતા સર્ટિફિકેટ અને ફોર્મ ભરવાની લાઇન યાદ અપાવે છે કે કોરોના ની બીજી લહેર એ પરિવાર પાસેથી તેમની ખુશીઓ છીનવી લીધી.