અમદાવાદ : રાજ્યમાં (Gujarat)છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના (Coronavirus)નવા 93 કેસ નોંધાયા છે. જેની સામે 326 દર્દીઓ સાજા થયા છે. કોરોનાથી સાજા થનાર દર્દીઓની સંખ્યામાં સતત વધારો યથાવત્ છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે 2 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10056 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.31 ટકા છે. અત્યાર સુધીમાં 2,53,93,866 ડોઝ કોરોના વેક્સીનના (Corona Vaccine)આપવામાં આવી છે. આજે રાજ્યના રેકોર્ડબ્રેક 21- જિલ્લામાં કોરોનાના 0 કેસ નોંધાયા છે.
રાજ્યમાં આજે 2,65,614 વ્યક્તિઓને પાંચ વાગ્યા સુધીમાં રસીના ડોઝ આપવામાં આવ્યા છે જ્યારે સૌથી વધુ રસી આજે સુરતમાં 35917 વ્યક્તિઓને આપવામાં આવી છે. આ રસીના કારણે રાજ્યમાં કોરોનાની બીજી લહેર સામે વિજય મેળવવામાં મદદ મળી રહી છે. સ્થિતિ સુધરતા ગુજરાતનો એક્ટિવ કેસનો દર 98.36 ટકાએ પહોંચી ગયો છે. પ્રતિકાત્મક તસવીર