સમગ્ર ગુજરાતમા ફરી એકવાર ચાર ડિઝીટ કોરોના કેસ થતા આરોગ્ય વિભાગમાં હડકપ મચી ગયો છે . ગુજરાતમાં ગત ચોવીસ કલાકમાં કોવિડના ૧૦૬૯ કેસ નોધાયા છે . ત્યારે માત્ર અમદાવાદ શહેરમાં સૌથી વધુ ૫૫૯ કોવિડ કેસ અને ઓમિક્રોનના નવા ૧૧ કેસ નોધાયા છે. ત્યારે અમદાવાદ મહાનગર પાલિકાના કમિશનરના આદેશ બાદ સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા શહેરમાં ૮૦ ટીમ ઉતરી ચેકીંગ હાથ ધર્યું હતું .
શહેરના દક્ષિણ ઝોનમા સૌથી વધુ ૪૦ પછી પશ્ચિમ ઝોનમા ૩૬ અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં ૨૮ લોકો માસ્ક વગર પકડાયા હતા. સાત ઝોનમાં સૌથી વધુ ૧૪-૧૪ ટીમ પશ્ચિમ અને દક્ષિણ ઝોનમા ઉતારી હતી . દક્ષિણ ઝોનમાંથી ટીમોએ ૪૦ હજાર દંડ વસૂલ કર્યો હતો . આ ઉપરાત ગાઇડલાઇનનો ભંગ બદલ જોધપુર સ્થિત બ્રાન્ડ ફેક્ટરીને ૧૧ હજાર દંડ , નવા વાડજ સ્થિત મંગલમ સાડી સેન્ટર એક હજાર દંડ , ઇન્કમટૅક્સના મન મંદિર ટ્રેડિશનલ પાસે ૧ હજારનો દંડ , આશ્રમ રોડમાં અગ્રવાલ બુક સ્ટોર પાસે ૧ હજાર દંડ વસુલ કરાયો છે .
અમદાવાદ મહાનગર પાલિકા સોલિડ વેસ્ટ વિભાગ આજે પણ મેગા ડ્રાઇવ યોજશે. અમદાવાદીઓ સાવધાન રહેજો . કારણ કે, જો તમે માસ્ક નહી પહેર્યું હોય તો પોલીસ સાથે હવે એએમસી ટીમો પણ દંડ ફટકારશે . ડ્રાઇવ કરતા વાહન ચાલકો પાસે પોલીસ દંડ વસૂલ કરી રહી છે . પરંતુ હવે મહાનગર પાલિકા ટીમ શહેરમાં મોલ અને દુકાન ચેકીંગ હાથ ધરશે.