અમદાવાદ: સરકારી વિભાગોમાં ભ્રષ્ટાચારનું (Corruption) પ્રમાણ ઓછું થાય તે માટે એન્ટી કરપશન બ્યુરો (Anti-Corruption Bureau) દ્વારા અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. છતાં કેટલાક સરકારી બાબુ ઓ છે કે જે હજી પણ સુધારવાનું નામ નથી લઈ રહ્યા હોય તેમ લાગી રહ્યું છે અને લાંચ લેતા પકડાય છે. આજે એ સી બી એ એક કોન્સ્ટેબલ અને હોમગાર્ડના (Constable and Homeguard) જવાનને લાંચ લેતા ઝડપી લીધા છે.
એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા સમગ્ર મામલે એક છટકું ગોઠવ્યું હતું. એસીબીએ ગોઠવેલ લાંચના છટકામાં આરોપી ફરીયાદી પાસેથી રૂપિયા 5100 ની લાંચની માંગણીની રકમ પોલીસ ચોકીમાં સ્વીકારી તેના સહકર્મચારી હોમગાર્ડ સાહીલ સલીમભાઇ મિર્ઝા ને લાંચની રકમ આપી દઇ એકબીજાની મદદગારી કરેલ હોય બંને આરોપીઓને એસીબીએ ડીટેઇન કરેલ છે.
જો કે સિવાય પણ બીજા કિસ્સા માં એ સી બી એ ડીકોય ટ્રેપ કરીને રેલ્વે અમદાવાદ ડિવિઝન માં ફરજ બજાવતા ડેપ્યુટી ચીફ ટિકિટ ઇન્સ્પેકટર કમલેશ શર્મા અને આસી. હેલ્પર રૂપેશગીરી ગોસ્વામીને ટિકિટના લેવા બદલ પેસેન્જર સામે કાયદેસરની કાર્યવાહી કરવાને બદલે ત્રણ પેસેન્જર પાસેથી રૂપિયા 1500 લેતા રંગેહાથ ઝડપી લીધા છે. હાલમાં એસીબીએ આં તમામ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરી છે.