અમદાવાદ : કૉંગ્રેસના (congress) અધ્યક્ષ સોનિયા ગાંધીએ (sonia Gandhi) દેશની રાજનીતિને ચોંકાવનારો નિર્ણય કરીને 26 વર્ષના હાર્દિક પટેલને (Hardik patel) ગુજરાત કૉંગ્રેસના વર્કિંગ પ્રેસિડેન્ટ એટલે કે કાર્યકારી અધ્યક્ષ (Congress working president) બનાવવાનો નિર્ણય કર્યો છે. સોશિયલ મીડિયામાં ફરીથી હાર્દિકના સમર્થનનું ઘોડાપુર આવ્યું છે અને હજારોની મેદનીમાં ઘેરાયેલા હાર્દિકને લાંબા સમય પછી ધાર્યુ તીર વિંધવામાં સફળતા મળી હોવાની પ્રિતીત રાજકીય નિષ્ણાતોને થઈ રહી છે. હાર્દિક પટેલે કાર્યકારી અધ્યક્ષ બન્યા બાદ પોતાની આગામી રણનીતિ જાહેર કરી છે. કૉંગ્રેસને 2022માં ગાંધીનગરની ગાદી પર સત્તા અપાવવા માટે હાર્દિક પાસે મોટો ગેમપ્લાન તૈયાર છે. તેમણે ન્યૂઝ 18 સાથેની ખાસવાતચીતમાં પોતાની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. (ફાઇલ તસવીર)
હાર્દિક પટેલે જણાવ્યું હતું કે 'દેશમાં જેવી રીતે સરકાર ચૂંટાઈને આવે છે તેવી રીતે વિરોધ પક્ષ પણ ચૂંટાઈને આવે છે. રાજ્યમાં અને દેશમાં મજબૂત વિરોધ પક્ષ સારી લોકશાહીની નિશાની છે. અત્યારસુધી વર્ષ 2002 હોય કે વર્ષ 2007 હોય કે વર્ષ 2012 કૉંગ્રેસ વિધાનસભાની ચૂંટણીમાં માત્ર 60-65 બેઠકો જીતતી હતી. જોકે, વર્ષ 2017માં પહેલી વાર કૉંગ્રેસ 80 કરતાં વધુ બેઠકો જીતી. જનતાના આશિર્વાદથી વિરોધપત્ર મજબૂત થયો' (ફાઇલ તસવીર)
હાર્દિક પેટલે પોતાની એક રણનીતિ જાહેર કરતા કહ્યું કે 'આગામી સમયમાં હું રાજયનો પ્રવાસ કરીશ. રાજ્યના 16,000 ગામડા છે. રાજ્યના એક એક ગામમાં જઈશ અને ગુજરાતની સાડા છ કરોડ જનતાને રૂબરું મળીશ. એક એક વ્યક્તિને સાંભળીશ અને તેમને શું જોઈએ છે? તેમના શું પ્રશ્નો છે તે સાંભળીને તેને પૂર્ણ કરવાનો પ્રયાસ કરીશ. હાર્દિકે જણાવ્યું કે આગામી વિધાનસભાની પેટાચૂંટણીમાં 8 બેઠકો પર વિજય મેળવીશું (ફાઇલ તસવીર)
કૉંગ્રેસના આંતરિક કલેહ વિશે હાર્દિક પટેલે જણાવ્યું કે 'આંતરિક કલેહ છે અને જો કોઈ નારાજગી છે તો રાજીનામુ આપીને ભાજપમાં ભળવાનો અર્થ નથી. અરે ભાઈ જનતાએ તને 2.5 લાખ લોકોએ પોતાની સેવા કરવા માટે બેસાડ્યો છે તો તુ એની સેવા કરને? પણ કેટલાક નેતાઓ સરકારના પૈસા માટે જેલમાં જવાના ડરથી ભાજપમાં ભળી જઈ રહ્યા છે' હાર્દિક પટેલ (ફાઇલ તસવીર)
હાર્દિકે ટ્વીટર પર કાર્યકારી પ્રમુખ બન્યા બાદ ટ્વીટ કર્યુ હતુ અને મીડિયાના કેમેરા સામે જણાવ્યું હતું કે 'આગામી વિધાનસભાની ચૂંટણીમાં કૉંગ્રેસ એક તૃતિયાંશ બહુમતથી સરકાર બનાવશે. આ ગણિતનો અર્થ એ થાય છે કે ભાજપ 2022માં 122 બેઠકો જીતશે. આ ટ્વીટમાં ભાંગરો વાટ્યો હોવાનું જ્ઞાન થતા હાર્દિકે એ ટ્વીટ ડિલીટ મારવાની ફરજ પડી હતી. હાર્દિક કૉંગ્રેસને આગામી ચૂંટણીઓમાં કેટલો નફો અને કેટલો વકરો કરાવી આપે છે તે તો હવે જોવું જ રહ્યું (પ્રતિકાત્મક તસવીર)