Home » photogallery » ahmedabad » અમદાવાદ : મંત્રી અને મેયર ઉદ્ઘાટન કરે તે પહેલાં કોંગ્રેસના ધારાસભ્યે હોલનું લોકાર્પણ કરી નાખ્યું

અમદાવાદ : મંત્રી અને મેયર ઉદ્ઘાટન કરે તે પહેલાં કોંગ્રેસના ધારાસભ્યે હોલનું લોકાર્પણ કરી નાખ્યું

એએમસી તરફથી આ અંગે કોઇ સત્તાવાર જવાબ આપવામા આવ્યો નથી

विज्ञापन

  • 14

    અમદાવાદ : મંત્રી અને મેયર ઉદ્ઘાટન કરે તે પહેલાં કોંગ્રેસના ધારાસભ્યે હોલનું લોકાર્પણ કરી નાખ્યું

    પ્રણવ પટેલ, અમદાવાદ : સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. રાજકીય પાર્ટીઓમાં દોડ લાગી છે કે પ્રજાના વિકાસના કામ તેઓ જ કરી રહ્યા છે. ત્યારે એક વિચત્ર કિસ્સો સામે આવ્યો છે. મંત્રી, સાંસદ અને મેયર ઉદ્ઘાટન કરે તે પહેલા કોંગ્રેસના ધારાસભ્યે સમર્થકો સાથે જઈને રિનોવેશન કરાયેલા હોલનું લોકાર્પણ કરી નાંખ્યું છે.

    MORE
    GALLERIES

  • 24

    અમદાવાદ : મંત્રી અને મેયર ઉદ્ઘાટન કરે તે પહેલાં કોંગ્રેસના ધારાસભ્યે હોલનું લોકાર્પણ કરી નાખ્યું

    કોંગ્રેસના દરિયાપુર-શાહપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે સત્તાપક્ષ ભાજપ પર આરોપ મુકતા કહ્યું હતું કે મારી અનેક રજૂઆત બાદ શાહપુરના લાલાકાકા હોલનું રિનોવેશન કરવાની મંજૂરી મળી હતી. કોમ્યુનિટી હોલ 2017માં તૈયાર પણ થયો હતો છતા શાસકોએ હોલ લોકો માટે ખુલ્લો મૂક્યો ન હતો. ત્યારે આજે મંત્રી કૌશિક પટેલ, સાસંદ કિરીટ સોલંકી અને મેયર બિજલ પટેલ સહિત નેતાઓ હોલનું ઉદ્ઘાટન બપોરના ચાર કલાકે કરવાના હતા. જોકે તે પહેલા કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે પોતાના સમર્થકો સાથે જ ભાજપ શાસકો ઉદ્ઘાટન કરે તે પહેલા ઉદ્ઘાટન કરી નાંખ્યું હતું.

    MORE
    GALLERIES

  • 34

    અમદાવાદ : મંત્રી અને મેયર ઉદ્ઘાટન કરે તે પહેલાં કોંગ્રેસના ધારાસભ્યે હોલનું લોકાર્પણ કરી નાખ્યું

    ઉદ્ઘાટન કર્યા બાદ ગ્યાસુદ્દીન શેખે નિવેદન આપ્યું હતું કે હોલના કાર્યક્રમમાં માટે મને આમંત્રણ આપવામાં આવ્યું ન હતુ. જે અંગે મનપામાં મેં રજુઆત કરી પણ યોગ્ય જવાબ ના મળ્યો. જેથી આખરે મારા સમર્થકો સાથે જઇ લાલાકાકા કોમ્યુનિટી હોલને લોકો માટે ખુલ્લો મુક્યો છે.

    MORE
    GALLERIES

  • 44

    અમદાવાદ : મંત્રી અને મેયર ઉદ્ઘાટન કરે તે પહેલાં કોંગ્રેસના ધારાસભ્યે હોલનું લોકાર્પણ કરી નાખ્યું

    તેમણે કહ્યું હતું કે ભાજપની સરકાર ચૂંટાયેલા પ્રતિનિધિઓને આમંત્રણ આપતા નથી. અમે ભવિષ્યમાં પણ ભાજપની જોહુકમી નહીં ચલાવી લઈએ. એએમસી તરફથી આ અંગે કોઇ સત્તાવાર જવાબ આપવામા આવ્યો નથી.

    MORE
    GALLERIES