મહોત્સવમાં સેવા આપી રહેલા સ્વંયસેવક ઘનશ્યામ વઘાસિયા જણાવે છે કે, ‘અહીં એન્ટિક વસ્તુ કલેક્શન અને પ્લાન્ટેશનનો અદ્ભુત સમન્વય આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. દરેક દ્વારમાં આ પ્રકારે અલગ અલગ એન્ટિક કલેકશન જોવા મળે છે. સાત નંબરના પ્રવેશદ્વાર પાસે સુંદર મજાનું દમણીયું ગાડું મૂકવામાં આવ્યું છે. તેને પ્લાન્ટેશન અને ફુલછોડ સાથે સજાવવામાં આવ્યું છે. પ્રમુખ સ્વામી મહારાજ પણ વર્ષો પહેલાં દમણીયામાં બેસી વિચરણ કરતા હતા.’
તેવી જ રીતે માટીની મોટી કોઠી જે હાલ ક્યાંય જોવા મળતી નથી. તેમાં અનાજ ભરવામાં આવતું હતું. તેને એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેરવવી અશક્ય હતી. તેને અહીં મૂકવામાં આવી છે. પટારા પહેલાં ગામડામાં જોવા મળતા હતા. તેમાં કિંમતી ચીજવસ્તુઓ સંગ્રહિ કરવામાં આવતી હતી. તેને પણ ફૂલોની સાથે સજાવટ કરીને મૂકવામાં આવ્યા છે.