હર્મેશ સુખડિયા, અમદાવાદ: શહેરના વાડજ (vadaj Ahmedabad) વિસ્તારમાં રહેતી એક સગીરાને તેની નોકરીના સ્થળે કામ કરતા યુવક સાથે મિત્રતા થઈ હતી. આ સગીરા રોજ રિક્ષામાં નોકરીએ જતી હતી પણ તેના સાથીકર્મીએ તેને લાવવા લઈ જવાનું કહેતા સગીરા તેની સાથે આવતી જતી હતી. આવામાં જ બને વચ્ચે પ્રેમ (Love affair) સંબંધ બંધાયો હતો. અને યુવકે લગ્નની (promise of marriage) લાલચ આપી યુવતીને હોટલમાં લઈ જઈ બળાત્કાર (Physical realtionship) ગુજાર્યો હતો. આ ફોટો પણ (Photos viral) તેણે વાયરલ કરી દેતા હવે સગીરાએ પોલીસ ફરીયાદ નોંધાવી છે. પ્રતિકાત્મક તસવીર
[caption id="attachment_962919" align="alignnone" width="875"] નવા વાડજમાં રહેતી 17 વર્ષીય સગીરા તેના પાંચ ભાઈ બહેનો સાથે અને માતા પિતા સાથે રહે છે. તે ઓછું ભણેલી હોવાથી તેને ક્યાંય નોકરી મળતી ન હતી. તેવામાં તેને તેની પાડોશમાં રહેતી એક મહિલાએ સોલા વિસ્તારમાં નોકરી અપાવી હતી. (પ્રતિકાત્મક તસવીર)</dd> <dd>[/caption]
સગીરા રોજ નવા વાડજ થી રિક્ષામાં જતી હતી. આ દરમિયાન તેને તેના સાથીકર્મીએ રોજ ભાડું બચાવવા ઓફર કરી હતી. આ સાથીકર્મીએ સગીરાને કહ્યું કે તે રોજ ત્યાંથી જ આવ જા કરે છે જેથી તે લઈ અને મૂકી જશે. સગીરા પણ ભાડું બચાવવાના ચક્કર માં પડી અને આ યુવક સાથે રોજ આવતી જતી હતી. અને બાદમાં બને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. પ્રતિકાત્મક તસવીર
દરમિયાનમાં યુવકે સગીરાને કહ્યું કે તેના લગ્ન થઈ ચૂક્યા હતા અને બાદમાં તેણે છૂટાછેડા લીધા છે તો હવે તે તેની સાથે લગ્ન કરશે. આમ લગ્નની લાલચ આપી યુવક આ સગીરાને મહેમદાવાદ (mahemadabad) ખાતે હોટલમાં લઈ જતો અને ત્યાં તેની પર બળાત્કાર (Rape) ગુજારતો હતો. વારંવાર તે આ જ હોટલમાં લઈ જઈ શરીર સબન્ધ બાંધી સગીરા ને ધમકી આપતો હતો. (પ્રતિકાત્મક તસવીર)