ધોલેરાઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM bhupedra patel) ઇન્ટરનેશનલ સેન્ટર ફોર એન્ટરપ્રેનિયોરશિપ એન્ડ ટેક્નોલોજી i-Createના દેવ ધોલેરા કેમ્પસની (Dev Dholera Campus) મુલાકાત લઇને વિવિધ સ્ટાર્ટઅપની (startup) નવિન શોધ-સંશોધન, ગતિવિધિઓની તલસ્પર્શી માહિતી મેળવી હતી. સીએમ ભુપેન્દ્રભાઇ પટેલે યુવા સ્ટાર્ટઅપ્સ સાથે પ્રત્યક્ષ વાતચીત કરી તેમને પ્રોત્સાહિત કર્યા હતા. i-Create EV સેન્ટર ઓફ એક્સલન્સમાં નાના ઇલેક્ટ્રિક વાહનો માટે યુનિક અને ઇન્ટિગ્રેટેડ ઓપન-સોર્સ પ્લેટફોર્મ બનાવવાથી માંડીને શહેરો માટે ઓપન સ્ટાન્ડડર્સ તરીકે ગ્રીન અર્બન માસ મોબિલિટી પ્લેટફોર્મ વિકસાવવા સુધીની અનેક પહેલો ચાલી રહી છે.
આ અવસરે મુખ્યમંત્રીએ બેઠક યોજીને i-Createની ભાવિ યોજનાઓની સમીક્ષા કરી અને i-Create સમર્થિત અનેક સ્ટાર્ટઅપ્સ સાથે સંવાદ કરી તેમને પ્રેરણા આપી હતી. મુખ્ય સચિવ પંકજકુમાર, ઉદ્યોગ કમિશનર રાહુલ ગુપ્તા, i- create ફાઉન્ડીંગ ટીમની મેમ્બર સભ્ય કે.થયાગરંજન, એમ.સી.ગુપ્તા, બિઝનેસ હેડ રાજીવ બોઝ, એડમિનિસ્ટ્રેશન હેડ વિજય નાયર, માર્કેટિંગ હેડ પાયલ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.