અમદાવાદ: ગુજરાતમાં ચૂંટણીનો માહોલ છવાયો છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ જંગી પ્રચાર કરી રહ્યા છે. ત્યારે સાથે સાથે મુખ્યમંત્રીનો પરિવાર પણ ચૂંટણી પ્રચારમાં જોડાયો છે. ઘાટલોડિયા વિસ્તારમાં મુખ્યમંત્રીના પરિવારે ડોર ટુ ડોર પ્રચાર કર્યો છે. સીએમના પત્ની હેતલબેને જન અભિયાન અંતર્ગત ડોર ટુ ડોર પ્રચાર કર્યો હતો. સાથે પુત્રવધૂ દેવાંશી તથા સીએમના બહેન મીનાબેન પણ પ્રચારમાં જોડાયા હતા. ઘાટલોડિયા મત વિસ્તારમાં મુખ્યમંત્રી જંગી બહુમતી સાથે જીતે તે માટે પરિવારે પણ પ્રચારમાં એડીચોટીનું જોર લગાવ્યું હતુ.
ગુજરાત વિધાનસભા ચૂંટણીના મતદાનનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. ત્રણેય રાજકીય પક્ષ મજબૂતી સાથે ચૂંટણી પ્રચંડ પ્રચાર કરી રહ્યાં છે. તમામ રાજકીય પાર્ટીઓએ પોતાના સ્ટાર પ્રચારકોને મેદાને ઉતારી દીધા છે. તેમજ દરેક ઉમેદવાર પણ મતદારોને રિઝવવા માટે મચી પડ્યાં છે. અમદાવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું શક્તિ પ્રદર્શન યોજાયું હતું.