નવીન ઝા, અમદાવાદ : અમદાવાદમાં કેમિકલ ચોરી અને ઓઇલ ચોરી કરતા લોકો સામે કાર્યવાહી કરવા પોલીસ કમિશનર દ્વારા આદેશ આપવામાં આવ્યો હતો અને તે આદેશ બાદ પોલીસની પ્રિવેન્શન ઑફ ક્રાઇમ બ્રાન્ચને માહિતી મળી હતી કે શહેરના ઓઢવ વિસ્તારમાં આવેલ શેડ નંબર 245,શ્રી કૃષ્ણ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં,પામાં હોટેલની સામે સરદાર પટેલ રિંગ રોડ પર કેટલા લોકો કેમિકલ ચોરી કરી રહ્યાં છે. જેથી માહિતીના આધારે પોલીસે દરોડા પાડી કેમિકલ ચોરી કરી રહેલા 2 લોકો ની ધરપકડ કરી લીધી છે.
આરોપીઓની તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ પોતાના આર્થિક ફાયદા માટે રુચિ ટ્રાન્સપોર્ટના ટેન્કરોમાં વેપારીઓના ઓર્ડર મુજબ બહારથી કોસ્ટિક સોડા લાય કેમિકલ ભરી લાવી,શેડ નંબર 245,શ્રી કૃષ્ણ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં,પામાં હોટેલની સામે સરદાર પટેલ રિંગ રોડ પર ટેન્કરો મૂકી રાખીને કોસ્ટિક સોડા લાયના જથ્થાની ચોરીઓ કરતા હતા.
પોલીસે હાલ આરોપી સામે 379 ઈ,407,411,120 બી મુજબ ફરિયાદ દાખલ કરી 2 આરોપીઓ ની ધરપકડ કરી છે સાથોસાથ ફરાર આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. જોકે પોલીસ એ તપાસ પણ કરી રહી છે કે આ લોકો કેટલા સમયથી કામ કરી રહ્યાં હતાં અને આ લોકો સાથે અન્ય કોઈ સામેલ છે કે કેમ અને કઈ રીતે વેચાણ કરી રૂપિયાની કમાણી કરતા હતા. જોકે, હાલ તો આ મામલે તપાસ બાદ મોટું કૌભાંડ બહાર આવવાની શક્યાતા છે.