અમદાવાદ: અમદાવાદમાં ફિનાઈન ક્લબ ઓફ ઈન્ડિયા દ્વારા પ્રથમ અને સૌથી મોટા ચેમ્પિયનશિપ કેટ શોનું આયોજન કરાયું હતું. માનવામાં નહીં આવે પરંતુ કેટ શો એટલે કે બિલાડીઓનો શો રાખવામાં આવ્યો હતો. આ શોમાં 200 બિલાડીઓ હતી, જેમાં ગુજરાત બહારથી પણ મહારાષ્ટ્ર, કર્ણાટક અને મધ્યપ્રદેશ વગેરે જેવાં ઘણાં રાજ્યોમાંથી કેટલવર્સ બિલાડીઓને લઈને ગુજરાતના અમદાવાદમાં આવ્યા હતા.
આ કેટ શોમાં પાર્શિયન, મેન કૂન, બંગાળ અને આપણી પોતાની ઈન્ડીમાઉ જેવી બ્રીડએ ભાગ લીધો હતો. આ શોને માઈકલ વુડ્સ (ઓસ્ટ્રેલિયા) અને સાકિબ પઠાણ (પ્રેસિડેન્ટ, એફસીઆઈ) દ્વારા જજ કરવામાં આવ્યો હતો. શોના વિજેતાઓમાં રિંગ 1 (42માં ચેમ્પિયનશિપ કેટ શો)માં અમદાવાદના પૂજા ચોક્સીની લલ્લન- ધ પર્શિયન કેટ અને રિંગ 2 (43માં ચેમ્પિયનશિપ કેટ શો)માં બેલગામના શાદાબ જમાદારની શેરખાન- ધ બંગાળ કેટે અદભુત પરફોર્મન્સ આપ્યું હતું.
આ ઈવેન્ટનો મુખ્ય ઉદ્દેશ્ય બિલાડીના પાલકોમાં ઉત્તેજના પેદા કરવાનો હતો, જેથી તેઓ તેમના બિલાડીના સાથીદારો સાથે ગુણવત્તાયુક્ત સમય મેળવી શકે અને તેમની સાથે શ્રેષ્ઠ પળો કેપ્ચર કરી શકે. સામાન્ય રીતે શ્વાન ને વફાદાર માનવામાં આવે છે, પરંતુ શ્વાન સાથે કેટ કેર કરે અને બિલાડી પણ પાળી શકાય એ સમજાવવા શોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેથી બિલાડી પણ સમાન બિલાડીઓ સાથે ગુણવત્તાપૂર્ણ સમય પસાર કરી શકે અને તેમની સાથે શ્રેષ્ઠ પળોને કેપ્ચર કરી શકે.
એક્ઝિબિશનમાં કેટ પેરેન્ટ્સ પણ બિલાડીને લગતી વિવિધ પ્રોડક્ટ્સ પણ નિહાળી હતી. ફિલાઈન ક્લબ ઓફ ઈન્ડિયાના પ્રેસિડેન્ટ સાકીબ પઠાણે જણાવ્યું કે, ‘લોકો હવે ડોગ સાથે કેટ પાળવાના શોખીન છે. ખાસ કરીને યુવાનોમાં આ ક્રેઝ જોવા મળી રહ્યો છે. છેલ્લા બે વર્ષમાં દેશભરમાં લાખોની સંખ્યામાં પાલતુ બિલાડીઓની નોંધણી કરવામાં આવી છે. આમાં, તેમને 14 અંકનો અનન્ય ઓળખ નંબર આપવામાં આવે છે જેથી તેમની ઓળખ થઈ શકે.’