કાર ચાલક સંજયભાઇનાં જણાવ્યા પ્રમાણે, આ લોકો કાર લઇને એરપોર્ટથી આણંદ જઇ રહ્યા હતા. તે દરમિયાન આજે સવારે આજે સવારે 5.30 કલાકની આસપાસ અમે અહીંથી પસાર થઇ રહ્યા હતા. ત્યારે આ ખાડા પાસે કોઇ બેરિકેટ કે પટ્ટી કે લાઇટ લગાવી ન હતી. જેથી અમને ખબર ન પડી. ખબર પડી કે આગળ ખાડો છે ત્યારે ગાડી જેટલી કંટ્રોલ થાય તેટલી કરી લીધી તો પણ ગાડી સીધી ખાડામાં ખાબકી ગઇ હતી.
આ અકસ્માતને કારણે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. લોકો જણાવી રહ્યા છે કે, આ ખાડો એક મહિનાથી પાડવામાં આવ્યો છે. જેના કારણે આ રસ્તા પર ઘણો જ ટ્રાફિક થઇ જાય છે અને અકસ્માતનો પણ ભય રહે છે. લોકોએ રોષ વ્યક્ત કરતા એમ પણ જણાવ્યુ કે, રસ્તા પર માત્ર પતરા લગાવી દેવાથી એએમસીનું કામ પતી જાય છે? તેમની જવાબદારી નથી કે કોઇ સાઇન બોર્ડ કે સૂચના કે બેરિકેટ ખાડા પાસે મૂકે જેના કારણે લોકને ખબર પડે કે, અહીં ખાડો છે. જે લોકો રોજ આવતા હોય તેમને ખબર હોય કે, અહીં મોટો ખાડો છે પરંતુ જેમને ખબર નથી, જે પહેલીવાર આવી રહ્યા છે તેમને ક્યાંથી ખબર પડે કે અહીં ખાડો છે.