સંજય ટાંક, અમદાવાદ: લોકરક્ષક દળની ભરતી (LRD Exam) માટે પરીક્ષા લેવાઈ રહી છે. આમ તો દૂધ નો દાજયો છાશ પણ ફૂંકીને પીવે તેવા હાલ તમામ ભરતી માટે પરીક્ષા બોર્ડના છે. LRDની આ ભરતી માટે યોજાયેલી પરીક્ષામાં પણ કોઈ ગેરરીતિ કે ગેરવ્યવસ્થા ન સર્જાય તેને લઈને તંત્ર દ્વારા કડક ચેકિંગ (checking before exam) હાથ ધરાયુ. એટલી હદે કે, બુટ મોજા પહેરીને જઈ રહેલા ઉમેદવારોના બુટ અને મોજા કઢાવીને પણ ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેથી કરીને પરીક્ષામાં ગેરરીતિને કોઈ અવકાશ ન રહે.
ઉમેદવારઓને 12 વાગ્યાની પરીક્ષા છતાં 9:30 વાગ્યાથી પ્રવેશ આપવાનો શરૂ કરવામાં આવ્યો. તમામ ઉમેદવારોને મહિલા અને પુરુષ એમ બે અલગ અલગ લાઈનમાં ઉભા રાખવામાં આવ્યા હતા. PI અને PSI કક્ષાના અધિકારીઓ દ્વારા લાઈનમાં ઉભા રહેલા ઉમેદવારોને સતત સૂચના આપવામાં આવી. આમ તો પરીક્ષા કેન્દ્રમાં ઉમેદવાર પ્રવેશે ત્યારથી માંડીને પરીક્ષા પૂર્ણ થાય ત્યાં સુધી વીડિયો રેકોર્ડિંગ અને સીસીટીવી કેમેરાથી તમામ ગતિવિધિ પર નજર રાખવામાં આવી રહી છે.