અમદાવાદ : આ વખતે રાજ્યમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. અમદાવાદમાં પણ ભારે વરસાદ અને સામાન્ય વરસાદના ઝાપટાં પડતા શહેરના રસ્તાઓ પર મસમોટા ખાડા પડી ગયા છે. મેટ્રો સિટીનો હાલ બેહાલ થઇ ગયો છે. ત્યારે વસ્ત્રાલ વિસ્તારના રસ્તા પર પણ ખાડા જ ખાડા પડી ગયા છે. જેમાં એએમટીએસની બસ પણ ફસાઇ ગઇ છે. મેટ્રો પિલર નંબર 129 પાસે બસ રોડના ખાડામાં એ રીતે પડ્યા છે કે તેમાં બસના પૈડાં જ દેખાતા નથી. નોંધનીય છે કે, 40 ફૂટ ઉંડો ભૂવો પડ્યો હતો તે જગ્યાએ હવે બસ ફસાઇ છે.
બસ અને ટ્રક ફસાઇ જતા વાહનોને બાજુના રસ્તા પર ડાઇવર્ઝન આપી દેવામાં આવ્યું છે. નોંધનીય છે કે, ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી અનુસાર, લો પ્રેશર સિસ્ટમ બની હોવાને કારણે વરસાદના આજે જોરમાં વધારો રહેશે. કાલે વરસાદનું જોર ઘટશે. રાજ્યમાં ધોધમાર વરસાદનો રાઉન્ડ આવશે. 23થી 24 ઓગસ્ટ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની આગાહી છે. ત્યારે આજ સવારથી ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ છવાયો છે.