પ્રણવ પટેલ, અમદાવાદ : અમદાવાદ શહેરમાં (Ahmedabad) કોરોના પગલે બંધ થયેલા સેવા બીઆરટીએસ ઉડાન સેવા (BRTS udan service)ફરી શરૂ કરવામાં આવી છે. અમદાવાદ એરપોર્ટથી (Ahmedabad airport)ઇસ્કોન સુધી માત્ર 50 રૂપિયાના નજીવા દરે આ સેવા શરૂ કરાઇ છે. કોરોનાના પગલે અમદાવાદ એરપોર્ટ પરથી બીઆરટીએસ (BRTS)ઉડાન સેવા બંધ કરાઇ હતી. પરંતુ ફરી એકવાર એરપોર્ટ પર પ્રવાસીઓની અવર જવર વધતા અમદાવાદ મહાનગર પાલિકાએ બીઆરટીએસ ઉડાન સેવા શરૂ કરી છે. મેયર કિરીટ પરમાર (Mayor Kirit Parmar)દ્વારા ફ્લેગ ઓફ કરી સેવાનો પ્રારંભ કરાવ્યો હતો.
કેવી છે બીઆરટીએસ ઉડાનની ખાસિયત - CCTV કેમેરાથી સજ્જ અને સુરક્ષિત હાઇ એન્ડ એર કન્ડીશન્ડ બસો, પેસેન્જર ઇર્ફોમેશન સિસ્ટમ, બસ ઓપરેશન સમય સવારે 6 થી રાત્રે 11 કલાક સુધી, મુસાફર દીઠ 50 રૂપિયા ટિકીટ દર , રોકડ સાથે ડિજિટલ પેમેન્ટ પણ થશે, પ્રસ્થાન દ્વાર પાસે ડેપો -ઓફ અને આગમન દ્રાર પાસે પીક -અપ સુવિધા, દર 15થી 30 મિનિટ વચ્ચે બસ સેવા ચાલુ રહેશે.
ઇલેક્ટ્રિક બસના કારણે પ્રદૂષણથી પણ મુક્તિ મળશે. આ ઉપરાત વ્યાજબી દરે માત્ર 50 રૂપિયાની ટિકિટથી ઇસ્કોન ક્રોસ રોડથી એરપોર્ટ સુવિધા મળશે. કોરોના પગલે બંધ થયેલ સેવા ફરી શરૂ કરતા સામાન્ય વર્ગના પ્રવાસીઓ મોટા રાહત થઇ છે. આ પ્રસંગે મનપાના મુખ્ય હોદ્દેદારો મેયર કિરીટ પરમાર , એએસમી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટ, ડેપ્યુટી મેયર , નેતા પક્ષ અને દંડ સહિત હોદ્દેદારોએ ઇલેક્ટ્રીક બસ સેવામાં મુસાફરી માણી હતી.