

ન્યૂઝ18ગુજરાતીઃ વર્ષ 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં રાધનપુર બેઠક (Radhanpur seat)ઉપરથી કૉંગ્રેસના ઉમેદવાર તરીકે લડેલા અલ્પેશ ઠાકોરને (Alpesh thakor) ભાજપના ઉમેદવાર તરીકે 2019ની વિધાનસભાની પેટા ચૂંટણીમાં (GujaratAssemblyByPolls) કારમી હાર મળી છે. કૉંગ્રેસ છોડીને પક્ષપલટો કરીને ભાજપનો ખેસ ધારણ કરનાર અલ્પેશ ઠારોક સામે રાધનપુરની જનતા રોષે ભરાયેલી હોય એમ પરિણામ (ElectionResults2019) પરથી લાગી રહ્યું છે. આટલું જ નહીં અલ્પેશ ઠાકોર પોતાની હારના કારણે સોશિલય મીડિયા ઉપર પણ છવાઇ ગયા છે. યુઝર્સ અલ્પેશ ઠાકોરની ઠેકડી સોશિયલ મીડિયા (Social media) ઉપર ઠેકડી ઉડાડી રહ્યા છે.


twitter ઉપર અલ્પેશ ઠાકોર troll થઇ રહ્યો છે. એક યુઝર્સે હેસટેગ અલ્પેશ ઠાકોર વાપરની લખ્યું છે કે , 'બીગેસ્ટ બકરા ઓફ ધ ડે', અન્ય યુઝર્સે મુન્નાભાઇ એમબીબીએસનો ફોટો મૂકીને લખ્યું છે કે 'ભાઇ એ તો શુરૂ હોતે હી ખતમ હો ગયા' તો એક યુઝર્સે અલ્પેશ ઠાકોરની કફોડી હાલત દર્શાવતી તસવીર શેર કરી છે.


આ ઉપરાંત એક યુઝર્સે લખ્યું છે કે, સોરી અપ્લેશ ઠાકોર લોકો કૉંગ્રેસની ફેરવમાં છે. આવા અનેક લોકોએ #Alpeshthakor વાપરીને અલ્પેશ ઠાકોરની મજાક ઉડાવી છે. સાથે સાથે વ્હોટ્સ એપ જેવી મેસેન્જર એપમાં પણ અલ્પેશ ઠાકોરની હારને લગતા મજાકીયા મેસેજ ફરતા થયા છે.


ઉલ્લેખનીય છે કે, રાધનપુર બેઠક પરથી હાર મળ્યા બાદ અલ્પેશ ઠાકોરે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યુ હતુ કે જાતિવાદના રાજકારણને કારણે તેનો પરાજય છે. અલ્પેશે કહ્યું કે, લોકોએ મને ખોબલેને ખોબલે મતો આપ્યા હતા. સાથે જ અલ્પેશ ઠાકોરે એવું પણ જણાવ્યું હતું કે તે ઠાકોર સમાજ માટે લડતો રહેશે.


અલ્પેશે જણાવ્યું કે હતું કે, "મારી હારનો હું સહર્ષ સ્વીકાર કરું છું. આગામી દિવસોમાં હું ઠાકોર સમાજ માટે લડતો રહીશ. જાતિવાદનું રાજકારણ કરવાને લીધે મને હાર મળી છે. લોકોને લલચાવવાના અને ડરાવવાની રાજનીતિ કરવામાં આવી હતી."


ઉલ્લેખનીય છે કે, અલ્પેશ ઠાકોર 2017ની વિધાનસભાની ચૂંટણીમાં કૉંગ્રેસની ટિકિટ પરથી ચૂંટાઈ આવ્યો હતો. જે બાદ તેણે પક્ષમાં તેને મહત્વ ન આપવામાં આવી રહ્યું હોવાનું કારણ આગળ ધરીને કૉંગ્રેસમાંથી રાજીનામું ધરી દીધું હતું. જે બાદમાં ધારાસભ્ય પદેથી રાજીનામું આપીને અલ્પેશ ભાજપમાં જોડાયો હતો. ભાજપે અલ્પેશને રાધનપુર બેઠક પરથી જ ટિકિટ આપી હતી.